Abtak Media Google News

અનેક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રીએ આંબી જશે

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. છેલ્લા દશેક દિવસથી ગરમીમાં થોડી રાહત જોવા મળી રહી છે. સવારે અને રાત્રીના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે બપોરે ગરમી અનુભવાય રહી છે. રાજ્યભરમાં આજથી ગરમીનું જોર વધશે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. અનેક શહેરોમાં તાપમાન 39 થી 40 ડિગ્રીએ પહોંચી જશે. માર્ચના આરંભથી કાળઝાળ ગરમી પડશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આજની પવનની દિશા ફરવાના કારણે ગરમીનું જોશ વધશે. રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રીએ પહોંચી જશે. ગઇકાલે રવિવારે ભુજ 37 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. નલીયાનું તાપમાન 33.7 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 35.9 ડિગ્રી, અમરેલીનું તાપમાન 36.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 33.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.6 ડિગ્રી, રાજકોટ 35.6 ડિગ્રી, વેરાવળનું તાપમાન 33.3 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 35.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 35 ડિગ્રી અને કેશોદનું તાપમાન 35.8 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

આજથી સુર્યનારાયણ વધુ આક્રમક બનશે અને આકાશમાંથી અગનવર્ષા કરશે. માર્ચની ઉનાળા અસલી મિજાજ દેખાડશે. માર્ચમાં ગરમી પાછલા ઘણા વર્ષના રેકોર્ડ તોડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.