Abtak Media Google News

આખરે તંત્રએ આળસ ખંખેરી, શિવમ સોસાયટીમાં ગટરના પાણીના  નિકાલની કામગીરી શરૂ

ઈડર શહેરમાં આવેલી શિવમ સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી રહીશોને ઘર આગળ ગટરનું  પાણી વહી રહ્યું હોવાની સમસ્યા સતાવી રહી હતી.  આ સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ  પોકારી ઉઠ્યા હતા. ઘણ આંગણે વહેતા ગટરના  ગંદા પાણીની અસદય દુર્ગદંથી લોકોને ઘરમાં રહેવું   કપરૂ બની ગયું હતુ. શેરીમાં વહેતા ગંદા પાણીથી મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો હતો. પરિણામે મેલેરીયા જેવી બિમારીઓનો ખતરો તોળાતો હતો.

આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો થવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી  થતી નહોતી. આખરે રહીશોએ ગત  4 એપ્રીલના રોજ ઈડર નગરપાલીકાના ચીફ ઓફીસરને લેખીતમાં રજૂઆત કરી તાત્કાલીક  ધોરણે નિવેડો લાવવા આકરી  રજૂઆત કરી હતી. સ્થાનિકોની રજૂઆતને વેગ આપવા 19 એપ્રીલના રોજ અબતકમાં સોસાયટીના લોકોના આ પ્રશ્ર્ન અંગે અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. અહેવાલ બાદ પાલીકા દ્વારા સફાળુ જાગ્યું  હતુ અને હરકતમાં  આવી ગયું હતુ. આ અંગે નવનિયુકત  ચીફ ઓફીસર ઉપેન્દ્ર ગઢવીએ અહેવાલને પગલે તાકીદે  સ્થળ તપાસ  કરીને તાત્કાલિક ધોરણે  પાલીકાના    સ્ટાફને બોલાવી  ઝડપી કામગીરી  કરવા આદેશ આપ્યોહતો. જેના અનુસંધાને નગરપાલીકાના  કર્મચારીઓએ ઘર વપરાશના પાણીનો નિકાલ કરવા માટે  કુંડીઓ બનાવી પાઈપલાઈન  ગોઠવી મુખ્ય ગટર સાથે  જોઈન્ટ  કરવાની કામગીરી રોકેટ ગતિએ આરંભી દીધી હતી.આ સાથે  સોસાયટીના રહીશોના છેલ્લા બે વર્ષ જૂના  પડતર  પ્રશ્નોનો  નિવેડો આવ્યો હતો.  સાથોસાથ સ્થાનિકોએ  અબતક અને ઈડર  નગરપાલીકાનો આભાર માન્યોહતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.