Abtak Media Google News

ઉનાળાના પ્રારંભે શાકભાજીના વધતા ભાવો સાથે ‘વિટામીન-સી’નું ઘર ગણાતા લીંબુ મોંઘા થયાને 40માંથી 120 ભાવ થઇ ગયા

ઉનાળાના પ્રારંભે અને શિયાળાની વિદાયે રસોડા વપરાશની અને શાકભાજીના વધતા ભાવે ગૃહીણીનું બજેટ ખોરવી નાખ્યું છે. ગરમીનો પારો વધતા લીંબુના ભાવ આસમાને પહોંચતા કિલોના 40 રૂા.ના ભાવ સીધા 120 બે દિવસમાં થઇ જતાં પરિવારજનોને વિચારતા કરી દીધા છે.

ગુજરાતીઓના ટેસ્ટી ભોજનમાં લીંબુનું મહત્વ વધારે હોવાથી દાળ-શાકનો સ્વાદ લીંબુના અભાવે ફિક્કો પડી ગયો છે. લીંબુવાળી સોડા, લીંબુ સરબતમાં આ હિસાબે ભાવ વધારો જોવા મળશે. લીંબુની સસ્તી કે મોંઘી ખટાશ શરીર સ્વાસ્થ્ય માટે સારી હોવાથી ગૃહીણીઓ તેનો વપરાશ કરતાં હોય છે. વધતા ભાવોએ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ ફિક્કો કરી દીધો છે. બે જ દિવસમાં 40 રૂા.ના કિલોનો ભાવ બસો ટકા વધીને  120 થઇ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.