Abtak Media Google News

ઇડર પોલીસને જોઇએ છે રક્ષણ

ફોર વ્હીલમાં ધસી આવેલા શખ્સના મસલ્સ પાવર સામે પોલીસ પાવરનો પનો ટૂંકો પડ્યો

પીઆઈને ફોન કરીને બૂટલેગરના ભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગણતરીની મિનિટમાં ગાડી લઈને બૂટલેગરનો ભાઈ અન્ય પાંચ શખસ સાથે ઈડર પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યો હતો. ત્યારબાદ તેણે તેના સાથીઓ સાથે ઘૂસીને પોલીસ પર હિચકારો હુમલો કર્યો હતો. એટલું જ નહીં, પીઆઈનું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે ખુદ પીઆઈએ ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત હત્યા માટે હથિયાર તરીકે સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડીને કાચ તોડી નાખ્યા છે. પોલીસ પર હુમલા બાદ પોલીસ બેડામાં હાહાકાર મચી ગયો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા થયા છે. ઇડર પોલીસને જ રક્ષણની જરૂર હોય તેવી સ્થિતિ સર્જાય છે.

ઇડર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલા બાદ તાત્કાલિક ઇડરના નાયબ પોલીસ અધિક્ષક ઇડર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને ત્યાં તપાસ કરી ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદીયા તથા પાંચ મળતીયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

ઇડર પોલીસ મથકમાં ઇન્સ્પેક્ટરનું ગળુ દાબી હત્યાનો પ્રયાસ અને તોડફોડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો

મળતી માહિતી અનુસાર પોલીસે ગુપ્ત માહિતીના આધારે બડોલી આઉટ પોસ્ટ વિસ્તારમાં રેડ કરી હતી. અંકાલા ગામનો રહીશ ઇન્દ્રજીતસિંહ હરિસિંહ જેતાવત સેરપુર ગામની ઘઉંવાવ નદીમાં દેશી દારૂની વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. ત્યાંથી દેશી દારૂનો 16 લીટર રૂ. 320નો મુદ્દામાલ સાથે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેથી દેશી દારૂનો ધંધો કરતો ઇન્દ્રજીતસિંહ હરિસિંહનો પિતરાઈ ભાઈ ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદીયાએ પોલીસ પર પોતાના મોબાઈલથી કોલ કર્યો હતો. દારૂના કેસ બાબતે કોલ કરી ધાક ધમકી આપી હતી અને રેડ કરનાર તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી ઇડર પોલીસની આબરૂના લીરા ઉડાડ્યા છે.

ઈડર પોલીસ સ્ટેશનમાં ભગીરથસિંહ સિસોદીયાએ પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેણે પોલીસ વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવતરૂં રચી પીઆઈની ચેમ્બરમાં ઘૂસી પીઆઈ ઓ કે જાડેજાને મારી નાંખવાના ઇરાદે પોતાના બંને હાથથી જોરથી ગળું દબાવી જીવલેણ હુમલો હતો. ઉપરાંત સરકારી મિલ્કતને નુકસાન કરી તુટેલા ધારદાર કાચથી જીવલેણ હુમલો કરવાના ઇરાદે કાચ હાથમાં રાખી ભયનું વાતાવરણ પેદા કરી તેણે તેના પાંચેક આરોપીઓએ પી.આઇ. સહિતના સ્ટાફ બુટલેગર સામે લાચાર અને દયાજનક સ્થિતિમાં મુકાયા હતા.

ઈડર પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે.જાડેજાની સાથે ગેરવર્તણુંક કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ભગીરથસિંહે ફોન પર ધમકી આપી હતી કે, હું થોડી જ વારમાં પોલીસ સ્ટેશન આવું છું, તેમ કહી પોતાની સાથેના પાંચેક મળતીયાઓ સાથે મળી પોલીસ વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવતરું રચી એકસાથે તેમના ફોરવ્હીલ ગાડીમાં પોલીસ સ્ટેશન આવ્યો હતો. આરોપી ભગીરથસિંહે હિન્દી ફિલ્મના વિલનની જેમ પીઆઈની ચેમ્બરમાં ઘૂસી પ્રોહિબિશનના કેસમાં તેમને તેમજ પીએસઆઈને ગાળો બોલી પીઆઈને છાતીના ભાગે ફેટ મારી હતી તથા તેમને મારી નાંખવાના ઇરાદે પોતાના બંને હાથથી જોરથી ગળું દબાવી જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ ચેમ્બરની બહાર દિવાલે લગાડેલા ટર્ન આઉટ ચેક કરવાના કાચને મુક્કો મારી તોડી નાંખી સરકારી મિલ્કતને નુકસાન કર્યું હતું. તૂટેલા ધારદાર કાચથી જીવલેણ હુમલો કરવાના ઇરાદે કાચ હાથમાં રાખી ભયનું વાતાવરણ પેદા કરી આરોપી તથા બીજા પાંચેકે એકબીજાની ઉશ્કેરણી કરી મદદગારી કરી ગુન્હો આચરતા સ્વમાન સાથે નિષ્ઠાથી ફરજ બજાવતા પોલીસ સ્ટાફનું મોરલ તૂટે તેવી ધારણા સમગ્ર રાજ્યની પોલીસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.