Abtak Media Google News

સુરેન્દ્રનગર અને વઢવાણમાં થઇ રહી છે ‘હિજરત’!!

અપૂરતી સુવિધા અને રોજગારીના પ્રશ્ર્ને 17 ટકા થી વધુ લોકો ગામ છોડીને બીજે વસવાટ કરવા લાગ્યા

એક વર્ષ ની અંદર શિક્ષણ વ્યાપાર અને અન્ય સંબંધિત કારણોસર સુરેન્દ્રનગર અને વઢવાણમાંથી 1863 લોકોએ પાસપોર્ટ કઢાવ્યો છે. તેમજ સુવિધા તેમજ વ્યવસ્થાના અભાવે રોજગારી ની અપૂરતી તકો ના પગલે સુરેન્દ્રનગર માંથી એક વર્ષના સમયગાળામાં 17 ટકા લોકોએ ગામ છોડી અન્ય ગામમાં વસવાટ કરવા લાગ્યા.

સુરેન્દ્રનગર જીલ્લો એ વિકાસશીલ જિલ્લો ગણવામાં આવી રહ્યો છે ત્યારે આઝાદી પછી જે સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ થવો જોઈએ તેટલો થવા પામ્યો નથી ત્યારે હળવે હળવે સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના પંથે ગાડી ચાલતી હોય તેવું વર્તાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસનો વેગ નીચો હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વેપાર ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે તેમ જ સુખ સગવડતા ભોગવવા માટે સારું જીવન જીવવા માટે હવે લોકો સુરેન્દ્રનગર છોડી રહ્યા છે તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં થી વિદેશ જવા માટે એક જ વર્ષના સમયગાળામાં વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરના કુલ 1863 લોકોએ પાસપોર્ટ કઢાવ્યા અને અરજી કરી છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં અપૂરતી સગવડતાઓ તેમજ મોટા ઉદ્યોગો તેમજ અપૂર્તિ વ્યવસ્થા ના અભાવે લોકો ગામ છોડી રહ્યા છે કે આ તારણ ઉપરથી સ્પષ્ટ રીતે વળતા રહ્યું છે.

આઝાદી પછી સુરેન્દ્રનગર જિલ્લાનો જે વિકાસ થવો જોઈએ તેટલો વિકાસ થયો નથી નવા ઉદ્યોગોની સ્થાપના નથી થઈ અને કોઈપણ પ્રકારની સાહસ ધરાવતી મોટી કંપની અને ઇન્ડસ્ટ્રીયલ ન હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લો પછાત જીલ્લા તરીકે ઉભરી આવે તો તેમ કહેવામાં નવાઈ નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ વર્ષમાં 1863 લોકોએ વિદેશ જવા માટેનું વિચારણા કરી હોય તે માટેના પાસપોર્ટ કઢાવ્યા છે બીજી તરફ ફક્ત સુરેન્દ્રનગર જિલ્લામાંથી અભ્યાસ માટે તેમજ અન્યત્ર વિદેશમાં જે પ્રવૃત્તિ કરવા માટે વિદ્યાર્થીઓએ વિદેશ જવાનું પસંદ કરી રહ્યા છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે સરેરાશ 1800 થી વધુ લોકો વિદેશ જવા માટેની એપ્લાય કરી રહ્યા છે અને વિદેશ જવા માટે પસંદગી કરી અને વીજાઓ પણ મેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.