Abtak Media Google News

લોખંડી પુરૂષ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 149મી જન્મ જયંતિના પાવન અવસરે આજે એકતાનગર (કેવડિયા)માં રાષ્ટ્રીય એકતા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ “સરદાર” પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી. બીએસએફ અને વિવિધ પોલીસદળની પરેડનો લ્હાવો લીધો હતો. 196 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું.

Advertisement

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સામેલ થતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી: 196 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

તુષ્ટિકરણની રાજનીતિ વિકાસ સામે સૌથી મોટો અવરોધ: વડાપ્રધાન

બીએસએફ અને પોલીસ દળોની એકતા પરેડનો લાભ લીધો: જનમેદનીને એકતાના શપથ લેવડાવ્યા

&Quot;Effective&Quot; Bowing At The &Quot;Chief&Quot; Feet
“Effective” bowing at the “chief” feet

આ તકે જનમેદનીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે જે રીતે ભારતવાસીઓ 15 ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી રાષ્ટ્રીય પર્વ તરીકે કરે છે. તે રિતે 31મી ઓક્ટોબરની ઉજવણી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે કરવામાં આવે છે. જેના કારણે દેશમાં એકતાનું નવું સંચાર થયો છે. આજે અહિં ઉપસ્થિત લોકો એકતાની દોરીએ બંધાયેલા છે. મને મારી સામે એક લઘુભારત દેખાઇ રહ્યું છે. ભલે અહિં ઉપસ્થિત લોકોના તન અનેક હોય પરંતુ તેઓના મન એક છે. લોખંડી પુરૂષ અને ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં આજે હું નમન કરૂં છું અને 140 કરોડ ભારતવાસીઓને એકતા દિવસની શુભકામના પાઠવું છું. આગામી 25 વર્ષ ભારતના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. હવે વિકસિત ભારતને સમૃધ્ધ બનાવવાનો અવસર છે. અમૃત કાળના આ અવસરને તમામ ભારતીયો વધાવી લે તે જરૂરી છે. આજે દેશભરના લોકો સાંસ્કૃત્તિક કાર્યક્રમોમાં ખૂબ હર્ષોલ્લાસ સાથે જોડાઇ રહ્યા છે. સરદાર વલ્લભભાઇની પ્રેરણાથી આપણે તમામ લક્ષ્ય હાંસલ કરી રહ્યાં છીએ.

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે આખી દુનિયા ભારતને નિહાળી રહી છે અને ભારતના સામર્થ્યને જોઇ દુનિયા દંગ રહી ગઇ છે. વિશ્ર્વના લોકોને નવી ઉંચાઇ પર લઇ જવાનું કામ ભારત કરી રહ્યું છે. અનેક પડકારો વચ્ચે પણ દેશની સીમા સુરક્ષિત છે. આગામી દિવસોમાં ભારત વિશ્ર્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ખરા અર્થમાં જોઇએ તો સરદારે ભારતના ભાગ્યને આકાર આપ્યો છે. વિશ્ર્વનો એકપણ દેશ ચંદ્રની એ સપાટીએ પહોંચ્યો ન હતો જ્યાં ભારત પહોંચ્યું છે. તિરંગાની શાન વિશ્ર્વમાં સતત વધી રહી છે. અમે વિકાસ તો કરીએ છીએ સાથોસાથ વિરાસતના રખોપા કરી રહ્યાં છીએ. અમૃતકાળના ગુલામીની માનસિકતાનો ત્યાગ કરી આગળ વધવાનો સંકલ્પ દરેક દેશવાસીઓએ કરવો જોઇએ. સરદાર વલ્લભભાઇ પટેલનું વર્ષો જુનું સ્વપ્નું સાકાર કર્યું છે. કાશ્મીરના લોકો અને દેશવાસીઓ વચ્ચે જે કલમ-370ની દિવાલ હતી તેને તોડી નાંખવામાં આવી છે. આજે સરદાર જ્યાં હશે ત્યાંથી ખુશ હશે અને આશિર્વાદ આપતા હશે. કોઇએ ભૂતકાળમાં વિચાર્યું પણ ન હતું કે કેવડિયા આટલું બદલાઇ જશે અને એક ટુરિઝમ પ્લેસ બની જશે. સંકલ્પ અને સિધ્ધીનું ઉત્તમ ઉદાહરણ એટલે એકતા નગર છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આજે વિશ્ર્વના અનેક દેશો આર્થિક સહિતના સંકટોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત વિશ્ર્વભરમાં પોતાનું પરચમ લહેરાવી રહ્યું છે. છેલ્લા 9 વર્ષમાં દેશમાં આંતરિક સુરક્ષા સામે અનેક મોરચે પડકારો હોવા છતાં સુરક્ષાદળના જવાનોના દેશપ્રેમના કારણે આજે દેશ સુરક્ષિત છે. તેઓએ વિપક્ષી ગઠબંધનને આડે હાથે લેતા જણાવ્યું હતું કે તુષ્ટિકરણની રાજનીતી વિકાસમાં સૌથી મોટો અવરોધ બની રહી છે. તુષ્ટિકરણ કરનારાઓને આતંકવાદ કે અન્ય કોઇ ભય દેખાતો નથી. તેઓ માત્ર પોતાના સ્વાર્થને જુએ છે જેના કારણે દેશની એકતા જોખમમાં મુકાઇ રહી છે. હાલ દેશમાં ચુંટણીનો માહોલ છે. ત્યારે એક જૂથને સકારાત્મક રાજનીતીનો વિચાર પણ આવતો નથી. તે ગઠબંધન માત્ર પોતાના સ્વાર્થ માટે યોજના બનાવી રહ્યો છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આજે એક-એક ભારતવાસી અસીમ આત્મવિશ્ર્વાસ સાથે ભરેલો છે. જેના કારણે દેશ વિકાસ માર્ગે પૂરપાટ દોડી રહ્યું છે.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે તેઓએ લોકોને એકતાના શપથ પણ લેવડાવ્યા હતા. સાથોસાથ પ્રકૃત્તિના સરંક્ષણ માટે ગ્રીન ઇનીસીએટીવ પ્રોજેક્ટ, વિઝીટર સેન્ટર, નર્મદા આરતી, એકતા નગરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, સહકાર ભવન અને એકતા સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર સહિત 196 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.