Abtak Media Google News

મહામારીમાં આયુર્વેદનું મહત્વ

‘અબતક’ ચેનલના લોકપ્રિય  કાર્યકમ ‘આયુર્વેદ આજે નહીં તો કયારે ?’ માં ડો. ભાનુભાઇ મેતા અને ડો. આશિષ પટેલ આયુર્વેદિક નિષ્ણાંતો  દ્વારા જણાવે છે આજે જયારે કોરોનાની મહામારી વિશે આજે મહામારી શું છે એ અભણ માણસ પણ કોરોના શબ્દથી પરિચીત છે. ત્યારે કોરોનાથી અસર શું થાય છે અને તેનો ચેપ લાગી ગયો હોય તો તેમાંથી બહાર કેવી રીતે આવવું આપણા રોજીંદા જીવનમાં આહાર વિહાર કેવા હોવા જોઇએ, પાણી, રહેણીકરણી, લાઇફ સ્ટાઇલ, દિનચર્યા, ઋતુચર્યામાં શું ઘ્યાન રાખવું અને મેસેજ કે લોકોની ચર્ચા સાંભળી ને દવા લેવી કે નહી તે વિશે અને કોરોનામાંં વાઇરસથી આપણી પાચનશકિતને કેવી રીતે આપણે મજબુત રાખી શકીએ તે વિશે આયુર્વેદના બન્ને નિષ્ણાતો ડો. ભાનુભાઇ મેતા અને ડો. આશિષ પટેલે આયુર્વેદમાં રાહત દરે કયાં દવા મળે એ પણ સઁક્ષિપ્તમાં તેમણે જણાવ્યું હતું.

પ્રશ્ન:- પેન્ડીમીન મહામારી એટલે શું ? તમારી દ્રષ્ટિએ મહામારી તમે કોને કયો છો?

જવાબ:- સામાન્ય શબ્દોમાં મહા અને મારી શબ્દએની કોઇ સીમા જ નથી. છેલ્લા બે વર્ષથી આપણે સાંભળી રહ્યા છીએ અને રોગોમાં મૃત્યુદર વધારે થાય છે. છેલ્લા બે વર્ષથી જે રોગમાં મહામારીની કેટેગરીમાં જોઇ શકીએ અને તેનો આયુર્વેદમાં તેનો ઉલ્લેખ છે તેના ઘણા કારણો છે. તે આખી ડીટેલ છે. તેના અઘ્યાપોમાં દર્શાવવામાં આવ્યું છે આ વસ્તુઓ વધુ પહેલેથી થતી આવી છે. પણ મુખ્યત્વે બહુ બહોળા સમુદાયમાં થતી હોય છે. અને આપણા વાતાવરણમાં પરિવર્તન થાય છે. તે મહામારીમાં કાળ અને દિશાઓ કોઇ રોકી શકતું નથી.

પ્રશ્ન:- કોરોનાએ આયુર્વેદમાં ભૂતકાળની અને વર્તમાનની મહામારીએ તમામી દ્રષ્ટિમાં કયા કારણો હોઇ શકે?

જવાબ:- સામુહિક  અધર્મ, વર્તન, રહેણીકરણી, લાઇફ સ્ટાઇલ ખાનપાનથી વાયુ, જળ, દેશ, કાળ, મહામારીનું સ્વરુપ સમયે સમયે બદલતું રહે છે. મહામારીમાં હવામાનમાં ચેન્જીસ આવતા હોય છે. શિયાળામાં જયારે આપણે હાલમાં જ આપણે જોઇ શકીએ છીએ. વાયુમાં અને પાણીમાં પણ હવે પહેલા જેવું નથી. કુવાનું અને નદીનું વહેતુ પાણી અત્યારે પ્રદુષણ, કચરો ભળવાથી પાણી બગડયું છે. અને કાળ એટલે સમય સમયએ એવી વસ્તુ છે જે આપણે ઓળંગવો જ પડે છે. પસાર કરવો પડે છે તે કોઇ રોકી નથી શકતુ તેમાં આપણે સુધાર કરીએ તો ઓછી ઘાતક નિવડે.

પ્રશ્ન:- અત્યાર પરિસ્થિતિમાં પ્રદુષણથી હવા, જમીન વગેરેથી બચવા માટે શું કરવું જોઇએ?

જવાબ:-  બહારની પરિસ્થિતિમાં કોઇ ફેરફાર કરી શકીએ એવું દેખાતું નથ. પણ આયુર્વેદે જે આપણને રસ્તો આપ્યો છે એ રસ્તો એ દરેક વ્યકિત દિનચર્યા, ઋતુચર્યા અને આહાર વિહારના રસ્તાઓ નિયમો પાલન કરવામાં આવે તો તે માંથી આપણે બચી શકીએ છીએ, એ આપણા હાથમાં છે. વાતાવરણનો ફર્ટિલાઇઝર ખાતર વપરાય છે. કેમિકલ વપરાય છે. પ્રદુષણએ અકાવવો એ આપણા હાથમાં નથી મેઇન આપણી જીવત પઘ્ધતિ એ આપણા હાથમાં છે. ખોરાકની પસંદગી આયુર્વેદીક રીતે પાચન થઇ શકે એવા નિયમો પાલન કરવીએ ખુબ મહત્વની છે.

જે અધર્મ, અસત્ય જે આપણા સત્વ ને ઓછું કરે છે. આ ગમે તે નિયમો કાળને અનુભવે છે. આયુર્વેદમાં આપણા આચાર વિચાર કેવા હોવા જોઇએ એ પણ દર્શાવાયું છે.

પ્રશ્ન:- આપણા શરીરમાં પાચન તંત્રને શ્રેષ્ઠ કેવી રીતે કરવા? આયુર્વેદમાં કયો ઉપાય છે?

જવાબ:- આપણે આહારમાં સમતોળ, તાજુ, ગરમ, સુપાચ્ય, હળવો આપણા ખોરાકમાં છ રસ છે એ ે હોવો જોઇએ. આહાર વિહારના નિયમો થોડુક ઓછું જમવું, ખાટુ, ખારુ, તીખુ, ગળ્યુ, કડવું, તુરુ, છ રસ છે એ સરખા પ્રમાણમાં લેવા જોઇએ. એ બધા રસ આપણા ભોજનમાં હોવા જોઇએ. બનતા સુધી આપણે રાત્રે વહેલા જમવું જોઇએ. કારણ કે રાત્રિ ભોજન ન પચવાને લીધે શરીરમાં શરીરમાં અંગ મંદ થાય અને તે કારણે બીજા રોગો આપણા શરીરમાં દાખલ થાય છે. અગ્નિ અને પાચન શકિત મજબુત બનાવવા પણાી ઉકાળેલું પીવું  નિત્ય વ્યાયામ, બપોરે દિવસે સુવુ નહીં. પેટ ભરીને ન જમવું, અજમો, જીરુ, વરિયાળી જેવા મુખવાસના દ્રવ્યો નિયમિત લેવા એમાં ઘણો ફાયદો થાય છે.

પ્રશ્ન:- આપણે મહામારીથી બચવાનો પ્રયાસ તો કરીએ છીએ કોઇ ઇચ્છતુ તો નથી પણ બહારથી આવતા વાઇરસ આવી ગયા પછી આપણે કયા પ્રયોગો કરવા જોઇએ?

જવાબ:- એમને ઋતુચર્યા, દિનચર્યામાં ઉપચારમાં આપણે કહીએ તો વાઇરસ તો આપણા શરીરમાં કયાંકને કયાં થી તો આવે જ છે તેના માટે આપણા શરીરમાં ઇમ્યુનીટી પાવર ઘણો મહત્વનો છે. જયારે બહારથી આક્રમણ થાય તો ઇમ્યુનીટી મજબુત હશે તો આપણે પાંચનતંત્ર  મજબુત બનાવવું પડે છે. વિટામીન્સ આપણે ખાઇએ છીએ પણ એ પણ શરીરમાં પચવા પણ એટલા જ જરેી છે. આયુર્વેદમાં ઉકાળેલું એ અડધા ભાગનું આપણે પી શકી એટલું ગરમ અને આહારમાં પચવામાં હળવું એટલે મગએ આપણે લઇ શકીએ તાવ આવે શરીર દુ:ખે તો આપણને શરીર આરામ કરવા માટે કહે છે. અને આપણે આરામ કરવાની જગ્યાએ એવા સમયે આપણા કામને પકડી રાખીએ છીએ.  અને પછી દવાઓ ખાઇએ છીએ આપણે મેઇન ટ્રીટમેન્ટમાં પ્રવાહી લેવું અને ત્યાર પછી પણ ન ફેર પડે તો વૈદનો સંપર્ક કરવો.

પ્રશ્ન:- કોરાના અને વેરિયન્ટ બદલે ઓમિક્રોન અને બીજો નવો વાઇરસ આવી રહ્યો છે તો તે વાઇરસને ચેપ કેમ આપણે રોકી શકીએ ?

જવાબ:- વાઇરસએ એકવાર શરીરમાં આવી ગયો અને પછી બીજી વાર આવે તો પોતાનું સ્વરુપ બદલી નાખે છે. બધા વાઇરસ પણ કોરોનાના નવા સ્વરુપે આવે છે ઓમિક્રોન, સ્વાઇન ફલુ, ચીકનગુનિયા, નાઇઝેરિયન, ડેલ્ટા પ્લસ એમાં આપણા શરીરને બચાવ સામાન્ય ગરમ અને હળદર મીઠાવાળા પાણીના કોગળા કરી જે વાઇરસ આપણા શરીરમાં દાખલ જ ન થાય અને નાકમાં બે-બે ટીપા ઘી નાખીએ તો વાઇરસ ત્યાંથી અટકી જાય એ આપણે ઘરે જ કરી શકીએ છીએ વસ્તુ અને સરળ છે. આયુર્વેદ પ્રમાણે નાક બંધ થાય તો નાસ લેવો,

આરામ કરવો, અને હર્બલ ટીનો ઉપયોગ કરવો, સુંઠ, મરી, તજ, એલચી, લવીંગ, તુલસીના પાન નો ઉપયોગ અને સ્વાદ માટે ગોળ અને લીંબુનો રસ આપણે ઉમેરી શકીએ, અને હળદર વાળુ દુધ અને ગાયનું દુધ, નિયમિત વ્યાયામ, દિનચર્યા રૂટિન પુરતી ઉંઘ અને માનસિક ભય એ કાઢવો અને આપણી જાતને સ્ટ્રોંગ કરવાની જરુર છે. આ બધુ આવશે પણ એમાંથી કઇ રીતે બચવું એ માટેના ઉપચાર છે.

પ્રશ્ન:- તમારી પાસે આખો દિવસ એવા જ દર્દીઓ આવવાના છે તો તમે કેવું ઘ્યાન રાખો છો કે તેમાંથી તમે બચી શકો?

જવાબ:- હજારો લાખો ડોકટરો કામ કરે છે ત્યારે આક્રમણ વધારે એમાંજ અમારે રહેવાનું છે. તેમાંથી પ્રિવેન્ટીવ ફોલો કરી, ફુડ પ્રોપર હોવુ,ં જોઇએ. રપ થી 30 ટકા ઓછું જમવું પાણી પીવાની આદતો, કસરત, ઉંઘ અને પોઝીટીવીટી બીક આવી જાય તો આપણાથી ભય એ મોટી વસ્તુ છે. આપણે જેને જીવન આપ્યું છે તો ભગવાન તો આ માતા-પિતાનો આભાર માનવો જોઇએ. અનેભય અને બીક લોકો વચ્ચે ચર્ચા ટાળવા જોઇએ. જે કાંઇપણ બચયા છે તે પણ મોટો ભાગ છે તો ભય છે.

પ્રશ્ન:- વેકિસન થી હજી લોકો ડરે છે તો વેકિસનની ભલામણ તમે કરો છો? કે કેમ?

જવાબ:- વાઇરસની અસર ઓછી થાય તે માટે હું બધાને બન્ને ડોઝ લેવા ભલામણ કરું છું. જે લોકોએ વેકિસન લીધી છે. અને સંક્રમિત થયા છે. તેઓને અસર ઘણી ઓછી એટલે તેને એડમીટ નથી કરવા પડયા એટલે લોકોને ે માન્યતા હોય તેમાંથી બહાર આવીને સરકારનું

ઉદેશ માત્ર આપણને બચાવવાનો છે. બધા આમાંથી બહાર આવવા માંગે છે એટલે બધાએ વેકિસન લઇ લેવીએ મારું માર્ગદર્શન છે.

પ્રશ્ન:- વોટસએપમાં વિડીયો સાંભળી લોકો સલાહ આપે છે તો તમારું કામ શું છે? લોકો સલાહ આપશે તો ?

જવાબ:- સૌથી પહેલા તો પોતે વ્યકિતએ પહેલા ખરાઇ કરવું આપણે મેસેજમાં સત્યતા શું છે. આ સાચો છે કે ખોટો ઘણી વખત ડોકટર કે વૈદ્ય ના ઇન્સિટયુટ ના નામો લખલને ફોરવર્ડ થયા રાખે છે. જે વસ્તુની આપણને ખબર છે. મારી પાસે વોટસએપ માં મેસેજ છે તે પહેલાં હું એપ્લાય કરું તે વસ્તુ કામ કરે છે કે નહિ તેમાં હું પ્રયોગ કરી પછી બીજાને આગળ વધારું ત્યારે અત્યારે તો  લોકો પાસે મેસેજ આવ્યો નથી કે ફોરવર્ડ કરવાનું જ કામ લોકો કરે છે. મોટાભાગે મેસેજ પર વિશ્ર્વાસ ન કરી ડોકટરો વૈદ્યો પાસે જઇ રુબરુ સલાહ લેવી હિતાવહ છે.

પ્રશ્ન:- વૈદ સભા કયાં છે વૈદ્ય સભા લકો માટે શું કામ કરે છે. તે જણાવો

જવાબ:- રાજકોટમાં આજે પણ ઓપીડી ચાલુ જ હોય છે. રાજકોટ વૈદ્ય સભા એક 60 વર્ષ જુની સંસ્થા છે. કેનાલ રોડ પર ધન્વતરી મંદિરે નિયમિત રાહત દરે 10 રૂપિયામાં કેસ કાઢી રોજની આયુર્વેદ ઓપીડી ચાલુ જ છે. અને રાહત દરે રોજની દવાઓ આપવામાં  આવેછે. નિષ્ણાંત વૈદ્યો દ્વારા અનેક રોગોની સારવાર કરવામાં આવે છે અને દર મંગળવારે દંત વૈદ્ય આયુર્વેદ પઘ્ધતિથી દાંત પાડવાની, જુના હઠીલા રોગોનો કાંઇ ખોટુ કર્યા વગર અલગ નિદાન કેમ્પો અને ઉકાળા કેમ્પો અને સારવાર કરવામાં આવે છે.

પ્રશ્ન:- અમારા દર્શકોને મહામારી બાબતે સંદેશો આપો ?

જવાબ:- વોટસએપ પર મેસેજ આપણે શું કામ ફોલો કરીએ છીએ. આયુર્વેદએ આપણને સૌથી મફતના ભાવમાં અને રાજકોટમાં મોટા મોટા જુના જાણીતા  બહુ જ ટોકન દરે વૈદ્ય એ તમને સાંભળીને સલાહ આપે તો વૈદ્ય સભાનો લાભ લેવા માટે હું સૌને જણાવીશ અને ખાસ તો મહામારીના સમયમાં આપણી જાતને ફિટનેશને આગળ વધારે ફીટનેશ કા ડોઝ આધા ઘંટા રોજ વ્યાયામ અને આહાર વિહારના દિનચર્યા થી ગમે તેટલા વાઇરસ વોરિયન્ટ દ્વારા આપણે બચી શકીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.