ઓમિક્રોનથી ડરવા કરતા સાવધાની રાખવી જરૂરી: ડો. જોશી

આયુર્વેદમાં એવી પુષ્કળ દવાઓ છે જેથી કોરોનામાં પણ આયુ. દવાઓ અને ઉકાળાઓ ઘણા ઉપયોગી સાબીત થયા છે

‘અબતક’ના ચેનલનો લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ આજે નહી તો કયારે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. જેનો સંક્ષિપ્ત અહેવાલ અહી રજુ કર્યો છે. તેમાં આયુર્વેદના વૈદ્ય ડો. ગૌરાંગ જોશી અને ડો. મેહુલ જોશી દ્વારા કોરોનામાં થતી તકલીફ અને લોકોમાં રહેલા ભયને દુર કરવા માટે વિષે માહીતી પ્રસ્તુત કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિ કઇ રીતે સજાગ રહેવું એ જણાવામાં આવ્યું છે. આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

પ્રશ્ર્ન:- કોરોના પછીની સ્થિતિમાં લોકો કઇ રીતે પસાર થઇ રહ્યા છે અને તેમને કેવી તકલીફો પડે છે.

જવાબ:- કોરોના કરતાં વધારે તેના ડરથી લોકો પરેશાન થઇ રહ્યા છે તેની શારિરીક અને માનસિકતા પર વધારે અસર જણાય છે. હવે લોમાં એમિક્રોનનો ભય  પણ વધારે જોવા મળે છે.

પ્રશ્ર્ન:- કોરોનાની પરિસ્થિતિમાં લોકોને કોરોના થયો હતો તો તેના લક્ષણો હજી સુધી દેખાય છે ખરાં?

જવાબ:- કોરોનામાં શરીરમાં કલોટિન થતા હોય છે. હાર્ટમાં ફેફસામાં જતા રહેવાના કારણે જેને વધારે પ્રમાણમાં થયો છે. તે લોકોને નબળાઇ આવે, થાક લાગે એ ઘ્યાનમાં રાખીને વૈદ્ય પાસે જઇ તપાસ કરાવી જોઇએ.

પ્રશ્ર્ન:- કોરોના થયા પછી તેના નિવારણ કરવા શું કરવું?

જવાબ:- આયુર્વેદમાં નિદાન કરી જીવન પઘ્ધતિ સુધારવાની છે. ડિપ કસરત જે મે પ્રાણાયામ કરવા જોઇએ. સાયકલિંગ, વોકીંગ જેવી કસરતો મેડીટેશન યોગ કરવા જોઇએ. અને ખોરાકમાં કઠોળ, ડાયફુટ અને તાજા ફુટનો શાકભાજીનો સમાવેશ કરવો જોઇએ. અને આવનારી બિમારી સામે રક્ષણ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઇએ.

પ્રશ્ર્ન:- એમિક્રોન ચેપી છે? અને કોરોના કરતા વધુ નુકશાનકર્તા છે?

જવાબ:- એમિક્રોનથી ડરવાની જરૂર નથી પણ સાવધાનીની જરુર છે. વાઇરસ એ વધારે સંક્રમતિની જરુર છે. વાઇરસ એ વધારે સંક્રમિત કરે છે. માટે માસ્ક પહેરવું અને વધારે ભીડથી દુર રહેવું એમાંથી આપણે બચી શકાય.

પ્રશ્ર્ન:- આવતા દિવસોમાં દવાઓ કરતા આયુર્વેદ કેટલું ઉપયોગી થઇ શકે?

જવાબ:- રસાયણો અને દવાઓ કરતા આયુર્વેદ ઘણું ઉપયોગી થઇ શકે. કોઇપણ વૈદ્યના માર્ગદર્શનથી ઘણો ફેર પડે છે. કોવિડના સમયમાં આયુર્વેદ રંગ રાખ્યો છે. ઉકાળા ઘણા ઉપયોગી બન્યા છે.

પ્રશ્ર્ન:- જેને રસી લીધી છે તેને એમિક્રોન લાગી શકે ખરો?

જવાબ:- હાલની ભયજનક પરિસ્થિતિના કારણે આપણે રસી લીધી છે પણ તેનો પાવર કેટલા વર્ષ સુધી રહે છે તે ખબર નથી એટલે આપણે રસીના આધારે ન રહી આપણી દિનચર્યા, ઋતુચર્ચામાં પણ ઘ્યાન રાખી આપણે ભય અને બેદરકારીથી દુર રહેવું જોઇએ.