Abtak Media Google News

પ્રમુખ પોતાના બાઈક પર માલણકાથી જૂનાગઢ તરફ આવી રહ્યા હતા તે વેળાએ કારે હડફેટે લેતાં કાળનો કોળિયો બન્યા

જૂનાગઢ વોર્ડ નં.7ના ભાજપ પ્રમુખ માલણકાથી જૂનાગઢ તરફ આવી રહ્યા હતા તે સમયે મેંદરડા નજીક કારચાલકે તેના બાઇકને ઠોકર મારતા તેમને ગંભીર ઇજા તથા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવથી પરિવારને જાણ થતા ગમગીની વ્યાપી ગઇ છે.જ્યારે આ મામલે પોલીસે કારચાલક વિરોધ ગુનો નોંધી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે .

Advertisement

માહિતી અનુસાર જૂનાગઢનાં ઝાંઝરડા રોડ આવેલા સુદર્શન એપાર્ટમેન્ટમા રહેતા અને વોર્ડ નં.7ના ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ ગજેરા (ઉં.વ.45)માલણકા નજીક આવેલી એક હોટલમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા. તે ગઈકાલે સાંજે માલણકાથી જીજે-3-જેજે-2709 નંબરના બાઈક 52 જૂનાગઢ તરફ આવી રહ્યા હતા. તે મેંદરડા તાલુકાના આલીધ્રા ખડપીપળી વચ્ચે પહોંચ્યા ત્યારે જીજે-1-આરબી-1929 નંબરનીફોર્ચ્યુનર કારના ચાલકે બાઇકને હડફેટે લેતા પ્રકાશભાઈને ગંભીર ઇજા થતાં તેમને 108માં મેંદરડા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા,

જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બાદ કારચાલક નાસી ગયો હતો. આ અંગે મૃતક પ્રકાશભાઈના ભાઈ . મનોજભાઈએ ફરિયાદ કરતા મેંદરડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.