રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઉજવાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

‘માનવતા માટે યોગ’ વિષય પર દુનિયાભરમાં યોગ દિવસની ઊજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા યોગ દિવસ નિમિત્તે પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં હાર્ટફૂલનેસ ફાઉન્ડેશન તરફથી  લલિતભાઈ ચંદેર દ્વારા રિલેકસેશન અને મેડિટેશન અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના સાબરમતીથી કઊઉ સ્ક્રિન પર લાઈવ કાર્યક્રમ સાથે યોગ કરવામાં આવેલ.

ચેરમેન  અપૂર્વભાઈ મણિયારના નેજા હેઠળ  વિદ્યાભારતી દ્વારા સંચાલિત સરસ્વતી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિરોના 1500થી વધુ વિદ્યાર્થીઓ, 100 જેટલા આચાર્યો, પ્રધાનાચાર્ય તેમજ ટ્રસ્ટીઓ જોડાયા હતા.

આ તકે પોલિસ કમિશ્નર  રાજુ ભાર્ગવ, જોઇન્ટ સી.પી. ખુર્શીદ અહેમદ,  રેન્જ આઇ.જી. સંદીપ કુમાર, તેમજ અન્ય પોલિસ અધિકારીઓ પોલીસના જવાનો, પોલીસ પરિવારના સભ્યો વગેરે ઉપસ્થિત રહી યોગના આસનો કર્યો હતા.