Abtak Media Google News
  • પહેલાના ઓસરી ઉતાર રૂમો, મોટા ફળિયા અને વૃક્ષો સાથેના મકાનો આજે વિસરાયા: ઝુંપડીમાંથી કાચા મકાનો, પાકા મકાનો, છતવાળા મકાનો, નળિયાવાળા આવાસો બાદ બે માળના મકાનો થવા લાગ્યાગ
  • ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરો તરફથી દોટમાં શહેરોનો વિકાસ વધતા ફલેટો ચારે કોર દેખાવા લાગ્યા. એક રૂમ રસોડું તો આજે સામાન્ય ગણાવા લાગ્યું: બે ત્રણ કે ચાર બેડના વૈભવી ફલેટનો જમાનો આજે આવ્યો છે
  • ટેનામેન્ટની જગ્યાએ સેફટીનો વિચાર કરતો માનવી ફલેટ વધુ પસંદ કરવા લાગ્યો છે: આજે પેન્ટાહાઉસની બોલબાલા વધવા લાગી છે: લોકો માટે ઘરનું ઘર એક સ્વપ્નું હોય છે

ધરતીનો છેડો ઘર, પૃથ્વી પરનો કોઇપણ માનવી આખો દિવસ કામ કર્યા બાદ આરામ અને પરિવાર સાથે સમય ગાળવા ઘરે આવે જ છે. ઘર એક મંદિર છે, તો આજના યુગમાં દરેક માનવીના મનમાં ઇચ્છા હોય છે કે પોતાનું એક સુંદર ઘર હોય, ઇક બંગલા બને ન્યારા, આ જાુના ફિલ્મ ગીતની જેમ માનવી ઘર લેવા માટે આજે તન તોડ મહેનત કરતો જોવા મળે છે. માનવીના સપના પુરા કરવામાં સરકારી આવાસ યોજના સાથ બેંકની હોમ લોનને કારણે મોટાભાગના લોકો એ નાના મોટા ઘર બનાવી જ લીધા છે પણ હજી પણ આપણા શહેર કે ગામમાં ફુટપાથ પણ સોનારો વર્ગ છે. મોટા શહેરમાં રોટલો મળે પણ ઓટલો ન મળે તેવો તાલ જોવા મળે છે, જો કે આજે રેન બસેરા જેવા પ્રોજેકટથી આંશિક રાહત થઇ છે. આપણા વડીલો કહેતા ઘરનું ઘર હોય એટલે ગંગ નાયા, ભાડા તો ભરવા નહી !! દાળ-રોટલી ખાઇને સુઇ જશું પણ ઘરના ઘર થાય એટલે જીવી સફળ

પ્રકૃતિ પર્યાવરણ અને લોકઇજનેરી કૌશલ્યની છડી પોકારતા- કચ્છી ભૂંગા

આજથી ત્રણ-ચાર દાયકા પહેલા મકાનોના આવા ભાવ ન હતા છતાં આપણે ખરીદી ના શકયા, જેને ખરીદયા તેને ડબલ થઇ જતાં લોટરી લાગી જેવો માહોલ લાગ્યો, બદલાતા યુગ સાથે બધુ જ બદલાય ગયું ને પહેલા કરતાં મોંધવારી વધતા આજે ઘરનું ઘર એક સ્વપ્ન ગણાવા લાગ્યું છે. પહેલા તો ભાડે રહેતા તો કોઇ ખાલી પણ ન કરાવતા જયારે આજે 11 મહિનાના કરારથી ઘર અપાતું હોવાથી દર વર્ષે લોકોનું સરનામું ફરી જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં નાનો વિસ્તાર હોવાથી પગપાળા જઇ શકો, જો કે ત્યાં પણ ગામડાની બહાર પ્લોટમાં નવી સોસાયટી બનવા લાગી છે. શહેરોનો વિકાસ તો હરણફાળ ભરતા 10 થી ર0 કિ.મી. એક છેડેથી બીજે છેડે પહોચતા સમય લાગે છે.

આદી કાળથી માનવી જુથમાં કે ગુફામાં રહેતો ત્યારની તેના પોતાના આવાસની ચિંતા હતી જે આજે પણ છે. માનવ વિકાસના ચક્ર ફરતા કાચા મકાનો, ઝુંપડી, નળિયાવાળા, છતવાળા કે બે માળના મકાનોમાં માનવી રહેવા લાગ્યો હતો. પહેલાના જમાનામાં મોટા ફળિયાને પતરાનો ડેલા હોય, ઓસરી ઉતાાર રૂમ, પાણીયારૂ, ગાય બાંધવા ગમાણને એક મોટું  વૃક્ષ હોય એટલે માનવી ખુશ થઇ જતા હતો. ફળિયામાં ખાટલે પડીને આવતી નિંદર આજે એ.સી.માં પણ નથી આવતી. ગ્રામ્ય વિસ્તારોવાળાને શહેરની રહેણી કરણી ગમતા અને ધંધા રોજગાર અર્થે શહેરો તરફની દોટે શહેરોમાં પણ મકાનોની તંગી ઉભી કરી દીધી છે. પૈસાવાળાઓ આજે ભાડે દેવાનો ધંધો લઇને બેઠા છે ને લાખો કરોડ રૂપિયા ભાડુ કમાય છે.

100 Best Images, Videos - 2022 - ઘરની ડિઝાઇન - Whatsapp Group, Facebook Group, Telegram Group

દરેક માનવીની પ્રથમ ઇચછ પતિ-પત્નીને બાળકો માટે એક રૂમ, રસોડુ, મકાનની તીવ્ર ઇચ્છા હોય છે એ મળ્યા બાદ એથી મોટુંને મોટું મકાનની અઘ્યમ ઇચ્છાઓની વણઝાર ચાલુ જ રહે છે જે કયારે પુરી થતી નથી. આજે સોલ્જરીમાં લોરાઇઝ ફલેટ બનાવીને પરિવારો, મિત્ર વર્તુળ સાથે મોજથી રહે છે તો મલ્ટીસ્ટોરીના ત્રણ-ચાર કે તેથી વધુ વિંગ ધરાવતી ફલેટોની સંખ્યા તથા તેમાં રહેતા માણસો એક નાનકડા ગામડા જેવું હોય છે. ફલેટમાં મળતી તમામ એમેનીટીઝમાં જીમ, થિયેટર, ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, સ્વીમીંગ પુલ વિગેરેને કારણે માનવી ફલેટ વધુ પસંદ કરે છે.

આજના અદ્યતન યુગમાં આવાસની દુનિયા જ બદલાઇ ગઇ છે. 24+7 સીકયુરીટી ,, કેમેરાથી સજજ ફલેટ કે પેક સોસાયટી માનવી પ્રથમ પસંદ કરે છે. આવી સુખ સાયબીમાં રહેનાર માનવીએ વીક એન્ડ વિલા માટે પણ યોજના બનાવતા લોકો ફકત શનિ-રવિ રહેવા માટે ઘર ખરીદવા લાગ્યા છે. છ હજાર જેટલો કાર પેટ ધરાવતા સીકસ બેડના ફલેટ જેમાં તમામ ભૌતિક સુવિધાથી સજજ હોય તે પણ આજનું સ્ટ્રેટસ ગણાય છે. અગાઉ વાસ્તુ શાસ્ત્ર જેવું કશુ: ન હોવાથી માનવી પોતાની સગવડતા મુજબ પ્લાન બેસાડી દેતો હતો. અમુક મકાનો કે ફલેટના બાથરુમ જેવડા મકાનમાં તો ઘણા પરિવાર આખી જીંદગી રહેતા હોય છે.

જેની પાસે ઘર નથી તે બારોબાર ખાલી જગ્યામાં ઝુંપડ પટ્ટી નિર્માણ કરીને રહેલા લાગે છે તો સુચિત સોસાયટીનો પણ રાફડો ફાટવા લાગ્યો છે. જો કે હવે ટીપીની સ્કીમ સાથે વિવિધ વાત લોકો સમજતા દસ્તાવેજ વાળા કે પ્રોપર્ટી કાર્ડ હોય તેવા મકાનો લે છે. આજે તમે નવું  મકાન બનાવો પ્લાન પાસ કરાવવો પડે છે, પહેલાના જમાનામાં આવું કશું ન હોવાથી લોકો પેઢી દર પેઢી એક જ મકાનમાં જીંદગી કાઢી નાખતાં હતા. પરિવારના પ્લાનીંગમાં હવે તો દિકરા માટે ભવિષ્યનું પ્લાનીંગ કરીને િ5તાએ મકાનનું આયોજન કરવું પડે છે. આજે તો બધા જ પાસે વાહનો હોવાથી પાકીંગવાળા બીંબ કોલમ વાળા મકાનોનો જમાનો આવી ગયો છે. વર્ષો પહેલાના માનવીની રહેણી કરણી, વસ્ત્રો, ધંધો રોજગાર હતા તેના કરતા આજે સાવ ઉલ્ટી ગંગા જેવું થઇ જવાથી ત્યારના મકાનોમાં અને આજના મકાનોમાં હાથી ઘોડાનો ફેર લાગે છે.

This Traditional Art Of Kutch Will Fascinate You To The Core!

ભણતરમાં, વિકાસમાં, આવક વિગેરેમાં વધારો થતાં દરેક માનવીએ પોતાની લાઇફ સ્ટાઇલ પણ બદલી નાંખી છે બધું જ જાુના કરતા આજે બદલાતા માનવીનો સ્વભાવ પણ બદલાય ગયો છે. નદીમાં સ્નાના  કરનારની આજની પેઢી સ્વીમીંગ પુલમાં સ્નાન કરનાર ની આજની પેઢી સ્વીમીંગ પુલમાં સ્નાન કરી રહ્યો છે !! ત્યારે કે આજે અમુક વસ્તુ બદલાઇ નથી તેમાં ઘરમાં મંદિર, પાણીયારૂ, તોરણ, ઘડિયાલ જેવી ઘણી વસ્તુ છે પણ ભીંતે ટીગાયેલા વડીલનાં ફોટા, ચકલીના માળા, ઊંબરે બેસીને ગપાટા મારવાનું કયાંય જોવા મળતું નથી. આ લેખમાં મે બધા મા-બાપોના દિલની વાત લખી છે, જો તમાર ઘરનું ઘર છે, ભલે ગમે તેવું ઘરનું ઘર છે ને તો તમે આ દુનિયાના સૌથી સુખી માણસ છો !!

  • પ્રેમ હુંફ અને લાગણીનું સરનામું એટલે આપણું ‘ઘર’

જાુનો જમાનો કે આજનો જમાનો, જાુના મકાનો કે આજના નવા મકાનો, ત્યારના માણસો કે આજના માણસો બધા જ ઘરને ‘એક મંદિર’ માને છે ક અને બધાના ઘરનાં એક ખુણામાં મંદિર અવશ્ય હોય જ છે. પ્રેમ, હુંફ અને લાગણીનું સરનામું એટલે આપણું ઘર બધા જ લોકો પોતાના ઘરને અનહદ પ્રેમ કરતાં હોય છે. આપણાં જાુના મકાનો સાથેની ઘણી યાદો આજે પણ યાદ કરીએ છીએ. આડોશ-પાડાશનો પ્રેમ અને સહકાર માનવી આજીવન ભૂલી શકતો નથી. ઘરનાં ઊંબરાની પુજાનું મહત્વ આજના યુગમાં પણ અકબંધ છે. આપણાં બાળપણ સાથે આપણાં સંતાનોના બાળપણની પણ મીઠી મધુરી યાદ છે આપણું ઘર જેને બનાવવામાં દિવસ-રાત મહેનત કરી હતી તેથી જ માનવી તેનો આસરો છોડે છે ત્યારે ‘રડી’ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.