Abtak Media Google News

વોટસએપ, ટવીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર રાજકીય પક્ષોએ પોસ્ટ, શેર, કમેન્ટ કરતાં પહેલા ચેતવા જેવું

આવનારી વિધાનસભાની ચુંટણીના ઉમેદવારોએ સોશ્યલ મિડીયા પર ટવીટ, શેર, પોસ્ટ કરતા પહેલા વધુ સાવચેત રહેવાની જરુર છે. કારણ કે ચુંટણી પંચે ઉમેદવારોના એકાઉન્ટ અને ઓનલાઇન ગતિવિધીઓ પર ચાંપતી નજર રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉ૫રાંત તેઓ સોશ્યલ મીડીયા પર કેટલો ખર્ચ કરે છે. તેની પણ નોંધણી કરવામાં આવી રહી છે. જે ચુંટણી પંચ દ્વારા પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે.

Advertisement

તેમણે ખાસ બધા જ રાજયો માટે મોનિટરીંગ સેલની નિયુકિત કરી છે તે રાજકીય પાર્ટીઓની ઓનલાઇન ગતિવિધિઓ પર ઘ્યાન રાખશે.

આ ઉપરાંત તેઓ જ્ઞાતિવાદ ધર્મને દુભાવનારી કે અન્ય ટવીટો દ્વારા હિંસા ન ફેલાવે તેના પર સતત વોચ રાખવામાં આવી રહી છે. જો કોઇપણ પ્રકારની અનિચ્છનીય ગતિવિધી થાય તો ચુંટણી પંચ તેને સાંખી લેશે નહીં. અમદાવાદ કલેકટરના અધિકારીએ આ માટે એમસીએમસીની મંજુરી મેળવી છે. તેના જીલ્લા અધિકારીના વરીષ્ઠે જણાવ્યું હતું કે તેમણે ખાસ અમદાવાદમાં રાજયોની મોનીટરીંગ માટે વ્યવસ્થા કરાવી છે. તેમની ટીમો બધાં જ જીલ્લાઓમાં કાર્યરત રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમનો હાલનો ટાર્ગેટ વોટસએપ ફેસબુક, ટવીટર, યુ-ટયુર અને ઇસ્ટાગ્રામ છે જેમાં તેમના પર્સનલ બ્લોસનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અમને ખ્યાલ છે કે સોશિયલ મીડીયાનું સંચાલન  કરવા માટે રાજકીય પક્ષો મેનેજરની નિયુકિત કરતા હોય છે. પરંતુ અમે તેના પર પણ વોચ રાખી રહ્યા છીએ.

જો કે નિયુકત કરેલા સેલ કર્મચારીઓને કોઇપણ પ્રકારની ટ્રેનીંગ આપવામાં આવી નથી પરંતુ તેઓ આઠ કલાક સતત કાર્યરત

રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.