Abtak Media Google News

૨૭૬૩ મથકો પર થશે મતદાન: ૧૯મી ફેબ્રુઆરીએ મત ગણતરી

૨૮ જિલ્લાઓની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી તા.૧૭મી ફેબ્રુઆરીથી મતદાન થશે. ૧૯મીએ મત ગણતરી થશે. રાજયના ચૂંટણી આયોગના કમિશનર વરેશ સિંહા અને મહેશ જોશીએ તારીખો જાહેર કરી હતી. પરિણામે ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

રાજયની ૭૫ નગરપાલિકાઓની સામાન્ય તથા પેટા ચૂંટણી માટે ૧૭મી ફેબ્રુઆરીથી મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીની જેમ જ આ પેટા ચૂંટણીમાં પણ નોટાનું બટન હશે. ૧૭ ફેબ્રુઆરીના રોજ રાજયના ૨૭૬૩ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજયના ૧૫૬૧૬ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ફરજ બજાવશે.

નોંધનીય છે કે, ચૂંટણી માટે ૩ ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર ભરી આપી દેવા પડશે અને ઉમેદવારી પત્ર ચકાસવા ૫મી ફેબ્રુઆરી અને પરત ખેંચવા ૬ ફેબ્રુઆરીની તારીખ નકકી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાની ખાલી પડેલી એક બેઠક પર પણ પેટા ચૂંટણી થશે. આ બેઠક પર પણ ૧૭મી તારીખે મતદાન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.