Abtak Media Google News
  • બ્રહ્મસમાજના અગ્રણી આનંદ પંડ્યાની નિમણૂક

વિસાવદર સમાચાર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ  ભરતભાઈ અમીપરાએ વિસાવદર તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ સમિતિના પ્રમુખ તરીકે બ્રહ્મસમાજના અગ્રણી આનંદભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવેલ છે.  આનંદભાઈ પંડયાની નિમણૂકને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જુનાગઢ જીલ્લા બક્ષીપંચ સમિતિના પ્રમુખશ્રી રમેશભાઈ વાજા, જુનાગઢ જીલ્લા લોકસભા શીટના પ્રભારી વિક્રમભાઈ માડમ, જીલ્લા ઉપપ્રમુખશ્રી ભરતભાઈ વિરડીયા તથા વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કરશનભાઇ વાડદોરીયા તથા આગેવાનોએ આવકરેલ છે. આનંદભાઈ પંડયા જાગૃત આગેવાન છે. અને સમાજના દરેક વર્ગને સાથે લઈ ચાલનારા છે. આગામી દિવસોમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા  આનંદભાઈ પંડયા દ્વારા વિસાવદર તાલુકાનાં દરેક વિસ્તારનો પ્રવાસ કરી અને લોક પ્રશ્નો ઉકેલવા આનંદભાઈ પંડયાએ ખાત્રી આપેલ છે.

ગિજુભાઈ વીકમાં

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.