Abtak Media Google News

Table of Contents

Amit Chavada 1

તમારે વિધાનસભા લડવાની છે, તો તૈયારીઓ શરૂ કરી દયો તેવું ઉમેદવારોને ‘કાન’ માં કહી દેવાશે

ભાજપથી પ્રજા ત્રાહિમામ, 2022માં ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાશે

માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસ 149 બેઠકો જીત્યું હતું, તે સુવર્ણ દિવસો ફરી પાછા આવશે: અમિત ચાવડા

દર વખતે ઉમેદવારોની પસંદગી મામલે કોંગ્રેસમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી જબરી આંતરિક ખેંચતાણ ચાલતી હોય છે. આ વખતે ગુજરાત વિધાન સભાની ચુંટણીમાં કોંગ્રેસને સત્તા સુખ મળે તેવા પરિણામની આશા છે આવામાં આગામી ડિસેમ્બર માસ સુધીમાં ગુજરાત વિધાાનસભાની 182 બેઠકો પૈકી 130 બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરી લેવામાં આવશે.

ચુંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દેવા ઉમેદવારોને કાનમાં કહી ‘ખાનગી મેન્ડેટ’ આપી દેવામાં આવશે. રાજકોટની ચાર બેઠકો પર વધુ પ્રાધાન્ય આપવામાં આવશે અને આ ચારેય બેઠકો માટે મજબુત ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવશે ચુંટણીના એક વર્ષ પૂર્વ જ ઉમેદવારો ફાઇનલ કરી તેને ચુંટણીની તૈયારી શરૂ કરી દેવા જણાવી દેવામાં આવશે તેમ ‘અબતક’ મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

સંગઠનને વધુ મજબૂત બનાવી, પ્રજાના પ્રશ્ર્નોને આંદોલન સ્વરૂપે ઉપાડી કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની

આગામી ચુંટણીમાં મેદાનમાં ઉતરશે: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે

કોરોનામાં રાજય સરકારની અણ આવડતના કારણે ગુજરાતમાં બે લાખથી વધુ લોકોના મોત નિપજયા છે. મોંધવારી, બેરોજગારી, કળથતી શિક્ષણ વ્યવસ્થા, ખેડુતોને વેઠવી પડતી પારવાર મુશ્કેલીથી ગુજરાતની જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. ભાજપ સરકાર સામે લોકોમાં રોષ હવે ચરમ સીમાએ છે 2022માં યોજાનારી ગુજરાત વિધાન સભાની ચુંટણીમાં કોંગ્રેસની જીત નિશ્ર્ચિત છે. માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ રેકોર્ડ બ્રેક 139 અને 149 બેકકો જીત્યું હતું. હવે આ સુવર્ણ દિવસો ફરી પાછા ફરશે તેવો વિશ્ર્વાસ પ્રદેશ કોંગ્રેસના અઘ્યક્ષ અમિતભાઇ ચાવડાએ વ્યકત કર્યો હતો.

ભાજપની અણઆવડતના કારણે કોરોનાની સેકન્ડ વેવ આવી અને બે લાખથી વધુ લોકોના મોત નિપજયા: સરકાર પર કોંગ્રેસના આકરા પ્રહારો

Amit Chavada 2

રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા અમિત ચાવડાએ વધુમાં ઉમેર્યુ હતું કે, રાજય સરકારે કોરોનાની પ્રથમ લહેરમાંથી કોઇ બોધપાઠ ન લેતા અને સરકારની અણ આવડતના પાપે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પ્રાણઘાતક રહેવા પામી હતી. ગુજરાત જેવા વિકસીત રાજયમાં ઓકિસજનની અછત સર્જાવી તે સાબિત કરે છે કે સરકાર કેટલી હદે બેદરકાર રહી હતી. જબરૂ આરોગ્ય નેટવર્ક હોવા છતાં લોકોને હોસ્પિટલમાં બેડ કે દવાઓ મળતી ન હતી.

રાજયમાં કોરોનાથી બે લાખ લોકોના મોત નિપજયા છે. દુનિયાભરને દવા પહોચાડવાની તાકાત ધરાવતા ગુજરાતમાં યોગ્ય આયોજનના અભાવે મેડિકલ ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. કોરોનાની દર્દીઓને ઇન્ડસ્ટ્રીયલ ઓકિસજન આપવાના કારણે સમગ્ર દેશમાં સૌથી વધુ મ્યુકરમાયકોસીસના દર્દીઓ ગુજરાતમાં નોંધાયા હતા.

રાજકારણમાં મહિલા સશકિતકરણ વાસ્તવમાં કયારે આવશે તેવા સવાલના જવાબમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે જ રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે માટેના પ્રયાસો કર્યા છે. રાજીવ ગાંધીએ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત આપી હતી. દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોંગ્રેસે જ આપ્યા છે. હાલ મહિલા સશકિતકરણની વાતો કરતી ભાજપ સરકારે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રીને કાર્યકાળ પણ પુરો કરે તે પહેલા ખુરશી પરથી હટાવી દીધા હતા. તમામ ચેલેન્જ છે જે સ્વીકારવી જોઇએ અમે રાજકોટ મહાપાલિકામાં વિરોધ પક્ષ એક મહિલા કોર્પોરેટરને આપ્યું છે. ભલે મહિલાઓ પુરૂષોની સરખામણીએ થોડી નબળા પડે પણ તેઓને પર્યાપ્ત તક આપવી જોઇએ.

તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે, માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક 149 બેઠકો જીત્યું હતું. હાલ રાજયમાં ભાજપ સરકાર સામે લોકોમાં ભયંકર રોષ છે. સતત વધતી મોંધવારી, કોરોનામાં સરકારની ગુન્હાહિત બેદરકારી, બેરોજગારી કથળતી શિક્ષણ વ્યવસ્થા અને ખેડૂતોની વધતી હાડમારીથી લોકો ત્રાહિમામ પોકારી ચુકયા છે. 2022ની ચુંટણીમાં ગુજરાત વિધાન સભાની ચુંટણીમાં કોંગ્રેસની જીત નિશ્ર્ચીત છે.

2017માં અમે 20 જેટલી બેઠકો ખુબ જ નજીવા માર્જીનથી હાર્યા હતા. છેલ્લી ચુંટણીના પરિણામોની સમીક્ષા કરી સંગઠનનું વિકેન્દ્રીયકરણ કરી મેદાનમાં ઉતરીશું ગુજરાતમાં તાલુકા કક્ષાએ કોર્ડિનેટરની નિમણુંક કરાશે. પોલીંગ સ્ટેશન સેકટર ઇન્ચાર્જ બનાવાશે વોર્ડ કમીટી નીચે સેકટર ઇન્ચાર્જ કામ કરશે. ગ્રામ્ય લેવલે સંગઠન માળખુ રચવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. શહેરી વિસ્તારોમાં આગામી 31મી ડિસેમ્બર સુધીમાં બુથ લેવલ સુધી સંગઠનની રચનાની કામગીરી પુરી કરાશે.

પેજ પ્રભારી નિમવાની પ્રક્રિયા માર્ચ સુધીમાં આટોપી લેવાશે. સંગઠનને મજબુત બનાવી અને લોકોના પ્રશ્ર્નોને અભિયાન સ્વરૂપે ઉપાડી આગામી એક વર્ષ સુધી સતત આંદોલનાત્મક કાર્યક્રમો આપી કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચુંટણી જંગમાં ઝંપલાવશે.

ગેરશિસ્ત કોંગ્રેસ માટે સૌથી મોટી ચેલેન્જ છે? તેવા સવાલના જવાબમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ઇનડિસીપ્લીન હવે ચલાવી લેવાશે નહીં આ માટે શહેર અને જીલ્લા કક્ષાએ એક ડિસીપ્લીન કમીટીની રચના કરાશે જે ગેરશિસ્ત કરનારાઓ સામે તાત્કાલીક પગલા લેશે. કોંગ્રેસમાં ભાજપ જેવું નથી કે એક વ્યકિત બોલે અને બધા સાંભળે અમારી પાર્ટીમાં લોકશાહીને બધાને બોલવાની પુરતી તક આપવામાં આવે છે જે લાંબા ગાળે પક્ષ માટે ફાયદાકારક રહે છે.

કોંગ્રેસમાં વર્ષોથી કાયમી કાર્યાલયનો મુદ્દો છે? તેના નિરાકરણ માટે શું કરશો તેવા સવાલના જવાબમાં અમિત ચાવડાએ ઉમેર્યુ હતું કે ગુજરાતના રર જીલ્લામાં કોંગ્રેસની માલીકીના કાર્યાલયો છે અન્ય 11 જિલ્લામાં જયા કાયમી કાર્યાલય નથી ત્યાં બનાવવા માટે કામ કરાશે રાજયમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપની સત્તા હોય કોંગ્રેસને દાન આપનારાઓને સરકાર દબાવે છે. 1990 બાદ રાજયમાં સતત કોંગ્રેસની બેઠકો ઘટી રહી છે સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં મળેલી હારની સમીક્ષા કરી હવે અમે પુરતી તાકાત સાથે વિધાનસભાની ચુંટણીમાં ઉતરીશું, આગામી દિવસોમાં કોંગ્રેસ સંગઠનનું વિકેન્દ્રીયકરણ કરવામાં આવશે. રાજય સરકારે પાંચ વર્ષની ઉજવણી માટે જે નવ દિવસ કાર્યક્રમો જાહેર કર્યા છે તેની સામે કોંગ્રેસે સમાંતર નવ દિવસ કાર્યક્રમો આપ્યા છે. આવી જ રીતે સતત એક વર્ષ સુધી સરકાર સામે પ્રજાના પ્રશ્ર્ને આંદોગત્મક  કાર્યક્રમો આપતા રહીશું.

તેઓએ વધુમાં એમ પણ ઉમેર્યુ હતું કે, ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવા માટે જાતીગત અને ધર્મનું રાજકારણ રમે છે. પરંતુ ગુજરાતની જનતા હવે જાતી અને ધર્મની રાજનીતીથી ઉપર ઉઠી ચૂકી છે. સરકારની નિષ્ફળતા ઉજાગર કરી કોંગ્રેસ તરફી મતદાન કરવા પ્રેરાશે, 2022ની ચુંટણીમાં કોંગ્રેસ ઘરનું ઘરનું વચન આપ્યું ત્યારે ભાજપે રાજયમાં પ0 લાખ ઝૂંપડાના ફોટા પાડી તમામને ઘર આપવાની ડંફાશો હાંકી હતી. આજની તારીખે તે ઝુઁપડા યથાવત છે અને કોઇને ઘરનું ઘર મળ્યું નથી. ભાજપ છેતરવાના ધંધા કરે છે. સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજયનું કારણ આપતા પ્રદેશ પ્રમુખે ઉમેર્યુ હતું કે છેલ્લા અઢી દાયકાથી રાજયમાં ભાજપનું શાસન છે સત્તાનો દુરરૂપયોગ, પૈસાનો બેફાર્મ ઉપયોગ દારૂની રેલમછેલ પોલીસ તંત્રનો ઉપયોગ કરી ભાજપ ચુંટણી જીત્યું છે. સ્થાનીક ઉમેદવારોની પસંદગીમાં પણ કોંગ્રેસની થોડી કચાશ રહી ગઇ હોવાનું તેઓએ સ્વીકાર્યુ હતું.

પ્રદેશ પ્રમુખ હોવા છતાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખની નિમાણૂંક કરે છે તેનું ગણિત શું છે ? તેવા સવાલના જવાબમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કાર્યકારી પ્રમુખની નિમણુંક તે ખરેખર જવાબદારીની વહેંચણી છે. ભૂતકાળમાં રાજયમાં ચાર-ચાર કાર્યકારી પ્રમુખો હતાં તેનો મતલબ એવો નથી કે કાયમી પ્રમુખ પર એક નેતા મૂકવામાં આવે છે.

ગુજરાતની જનતાએ ત્રીજો પક્ષ સ્વીકાર્યો નથી ‘આપ’ ભાજપની બી ટીમ

સરકાર સામેની નારાજગીમાં મત તોડવા માટે ભાજપ દર વખતે બી ટીમ મેદાનમાં ઉતારે છે

પક્ષમાં ગેરશિસ્તને ઉગતી ડામી દેવા માટે ડિસીપ્લીન કમિટીની રચના કરાશે: ડિસેમ્બર સુધીમાં બૂથ લેવલનું કામ જયારે માર્ચ 2022 સુધીમાં પેજ પ્રભારીનું કામ પુર્ણ કરાશે: પ્રદેશ પ્રમુખ

ગુજરાતના રાજકીય ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ગુજરાતના મતદારોએ કયારેય ત્રીજા મોરચાને સ્વીકાર્યો નથી. રાજપા મહાગુજરાત જનતા પાર્ટી, જીપીપી, જન વિકલ્પ પાર્ટી તમામને જનતાએ જાકારો આપ્યો છે. ત્રીજા મોરચાનું આયુષ્ય ચુઁટણી પુરતુ સિમિત હોય છે.

ચુંટણી પૂર્ણ થતાની સાથે ત્રીજી પાર્ટીનું ભાજપ અથવા કોંગ્રેસમાં વિલીનીકરણ થઇ જાય છે. ચુંટણીમાં એક વર્ષ પૂર્વ અલગ અલગ રાજકીય પાર્ટીઓ પોતાની હાઇટ ઉભી કરવા માટે આંદોલનત્મક કાર્યક્રમો આપવામાં આવે છે. વાસ્તવમાં ગુજરાતમાં ચુંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાતી હોય છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભાજપની બી ટીમ છે. કોંગ્રેસ સાથે તેની સરખામણી યોગ્ય નથી. સરકાર સાથેની શેટીંગ પાર્ટી છે દર વખતે

ભાજપ પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે અને કોંગ્રેસના મતો તોડવા માટે આવી પાર્ટીઓ ઉભી કરે છે. વાસ્તવમાં ચુંટણી પછી તેનું અસ્તિત્વ જ ભુંસાઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.