Abtak Media Google News

સવારે ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન વારા ફરતી પાંચેય સમિતિઓની બેઠક મળશે

રાજકોટ જિલ્લા પંચાયતમાં તાજેતરમાં બનેલી ૬ પૈકી ૫ સમીતીઓના ચેરમેનપદ માટેની ચૂંટણી ૧૩મીએ યોજાનાર છે. અગાઉ ૭મીએ આ ચૂંટણી યોજાવાની વાત વહેતી ઈ હતી. પરંતુ ગત સાંજે સત્તાવાર રીતે ૧૩મીએ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં તાજેતરમાં બાગી જુે ભાજપના ટેકાથી ૬ સમીતીઓ પર કબજો મેળવ્યો છે. હવે આ સમીતીઓના ચેરમેનની પસંદગી માટે ૧૩મીએ બેઠક યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે. બેઠકમાં જિલ્લા પંચાયતની કારોબારી સમીતી, શિક્ષણ સમીતી, સામાજીક ન્યાય સમીતી, આરોગ્ય સમીતી અને બાંધણી સમીતીના ચેરમેનની પસંદગી થશે. જયારે અપીલ સમીતીના ચેરમેનપદે હોદ્દાની રૂએ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા જ રહેશે.

જિલ્લા વિકાસ અધિકારીએ સમીતીઓની બેઠક બોલાવવા માટે જિલ્લા પંચાયત પ્રમુખને દરખાસ્ત મોકલી હતી અને તેના આધારે તા.૧૩મીએ બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તા.૧૩ના રોજ ૧૧ કલાકે કારોબારી, ૧૧:૩૦ કલાકે સામાજિક ન્યાય, ૧૨ કલાકે શિક્ષણ, ૧૨:૩૦ કલાકે આરોગ્ય અને ૧ કલાક બાંધકામ સમીતીની બેઠક મળશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.