Abtak Media Google News

૧૫ વર્ષ સુધી ઉપપ્રમુખ તરીકે રહી ચુકેલા જયંતિભાઇ રામોલિયા ચૂંટાવાની શકયતા

જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશનના પ્રમખુની આજરોજ ચૂંટણી યોજાનાર છે જેમાં અસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે ૧૫ વર્ષ સુધી રહી ચુકેલા જયંતિભાઇ રામોલિયા ચૂંટાઇ આવે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

Advertisement

જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશન સાથે લગભગ તમામ કારખાનાઓ જોડાયેલા છે. અહીંનો ડાઇંગ અને પ્રિન્ટીંગ વ્યવસાય સમગ્ર ગુજરાતમાં જાણીતો છે છેલ્લા છ-આઠ મહિનાથી એસોસિયેશનની કામગીરી કમીટી મેમ્બર ચલાવી રહ્યા છે. સૌ પ્રથમ રાજુભાઇ હિરપરા જેઓએ એસોસિયેશનના પ્રમુખ તરીકે ૧૫થી ૨૦ વર્ષ સુધી સેવા આપેલી.  ત્યારબાદ સર્વાનુમતે ભાવિકભાઇ વૈષ્ણવે છ મહિના એસોસિયેશનની કામગીરી સંભાળેલ. પરંતુ અંગતકારણોસર તેઓએ પણ છેલ્લા ઘણા સમયથી રાજીનામુ ધરી દીધુ છે ત્યારે હાલ છ-આઠ મહિનાથી કમીટી ચેમ્બર્સ એસોસિયેશનની કામગીરી સંભાળી રહ્યા છે. ત્યારે આજરોજ સાંજે ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશ નના પ્રમુખની ચુંટણી યોજાનાર છે. જેમાં અગાઉ ૧૫ વર્ષ સુધી ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચુકેલા જયંતિભાઇ રામોલિયા ચુંટાઇ આવે તેવી સંપૂર્ણ શકયતાઓ છે. આજરોજ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા અને પૂર્વ પ્રમુખ રાજુભાઇ હિરપરાની આગેવાની હેઠળ અને તેમના અથાગ પ્રયત્નોથી અને હાલ એસોઇયેશનના પ્રમુખ તરીકે કોઇ દાવેદાર ન હોય ત્યારે જયંતિભાઇ રામોલિયાને કારભાર સોંપાઇ તેવી શકયતાઓ છે.જો જયંતિભાઇ રામોલિયા બિનહરીફ ચૂંટાઇ આવશે તો કાલથી જ કાર્યભાર સંભાળી લેશે. પ્રમુખની નિમણૂક ઉપરાંત કમિટી ચેમ્બર્સની પણ વરણી કરવામાં આવે છે. ૨૧ લોકોની કમિટી બનાવી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશનની કામગીરી પુરપાટ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.