Abtak Media Google News

તમામ જિલ્લામાં કલેકટરોના અધ્યક્ષ સ્થાને પ્રથમ સભા મળી: ગઈકાલે થયેલા નામાંકન બાદ આજે સત્તાવાર વરણી

સૌરાષ્ટ્રની 6 જિલ્લા પંચાયતોમાં આજે પ્રમુખ- ઉપપ્રમુખની તાજપોશી થઈ છે. તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કર્યા બાદ પ્રમુખ – ઉપપ્રમુખના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેની સામે કોઈ ઉતર્યું ન હોય તમામની આજે પ્રથમ સભા દરમિયાન તાજપોશી થઈ ચૂકી છે.

Advertisement

સૌરાષ્ટ્રની 11 જિલ્લા પંચાયતોમાં ભાજપે વિજય હાંસલ કર્યો હતો. બાદમાં આજે 5 જિલ્લા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી. આ માટે ગઈકાલે નામાંકનની પ્રક્રિયા થઈ હતી.

જેમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ભુપતભાઇ બોદર, ઉપપ્રમુખ તરીકે સવિતાબેન વાસાણી, જામનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ધરમશીભાઈ ચનીયારા, ઉપપ્રમુખ તરીકે નયનાબેન પરમાર, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રાજીબેન મોરી અને ઉપપ્રમુખ તરીકે રિદ્ધિબા જાડેજા, અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રેખાબેન મોવલીયા અને ભુપતભાઇ વાળા, મોરબી જિલ્લા પંચાયતમાં ચંદુભાઈ સિંહોરા અને જાનકીબેન કૈલા અને ગિરસોમનાથ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રામીબેન વાઝા અને નિતાબેન મોરીનું નામ જાહેર થયું હોય તેઓએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ફોર્મ ભરવાની વિધિ કરી હતી.

Screenshot 1 31

બાદમાં આજ રોજ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રથમ સભા મળી હતી. આ સભામાં જિલ્લા કલેકટરો અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની તાજપોશી કરી તેઓને સત્તાવાર રીતે હોદેદારો ઘોષિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાનાર હોય આજે જિલ્લા ભાજપ પ્રમુખો દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારોના નામ જાહેર કરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.