Abtak Media Google News

ચૂંટણીની જવાબદારી દક્ષિણ મામલતદારને સોંપાઈ: ૨૮મીએ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે: ૧૭ ડાયરેકટરોની નિમણુક માટે ૮૪૭ મતદારો આપશે મત 

રાજકોટ જિલ્લા સહકારી સંઘની આગામી ૨૦ જાન્યુઆરીના રોજ ચુંટણી યોજાનાર છે. જેની સમગ્ર જવાબદારી દક્ષિણ મામલતદારને વહિવટી તંત્ર દ્વારા સોંપવામાં આવી છે. આ ચુંટણીમાં ૧૭ ડાયરેકટરોની નિમણુક માટે ૮૪૭ મતદારો મત આપવાના છે. ચુંટણી માટે ૨૮મીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘના નવા ૧૭ ડાયરેકટરોની નિમણુક માટે આગામી ૨૦ જાન્યુઆરીના રોજ ચુંટણી યોજવાનું નકકી કરવામાં આવ્યું છે. આ ચુંટણીની સમગ્ર જવાબદારી જિલ્લા વહિવટી તંત્રએ દક્ષિણ મામલતદારને સોંપી છે.

Advertisement

રાજકોટ જિલ્લા સહકારી સંઘના નવા ડાયરેકટરોની નિમણુક માટે ૨૦મીએ બપોરે ૩ કલાકે મતદાન પ્રક્રિયા યોજાનાર છે. તે પૂર્વે ૨૮મીથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થનાર છે. બાદમાં ૩ જાન્યુઆરીના રોજ ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવનાર છે. ૮મીએ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. બાદમાં તા.૧૦ના રોજ અંતિમયાદી પ્રસિઘ્ધ કરવામાં આવનાર છે.

નવા ડાયરેકટરોની નિમણુક માટે ચુંટણીના દિવસે કુલ ૮૪૭ મતદારો મતદાન કરવાના છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ જિલ્લા સહકારી સંઘમાં પ્રમુખ તરીકે પ્રવિણભાઈ રૈયાણી, ઉપપ્રમુખ તરીકે મગનભાઈ વડાલીયા તેમજ મંત્રી તરીકે ધીરૂભાઈ ધાબલીયા કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.