Abtak Media Google News

112 વીજ જોડાણ ગેરરીતિ ઝડપાઈ અને કુલ રૂ.18.76 લાખના દંડકીય બીલ ઈસ્યુ કરાયા

પીજીવીસીએલની રાજકોટ વડી કચેરી સૂચના અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં આજે બીજે દિવસે પણ સતત વીજ ચેકીંગ ચાલુ રહ્યુ અને 34 ટીમો દ્વારા વેરાવળ વિભાગીય કચેરીના તાબાના વિસ્તારોમાં ઘનિષ્ટ ચેકીંગ કરાયું જેમાં સુત્રાપાડા શહેર, વેરાવળ તાલુકાના કાજલી, આજોઠા, બીજ, મેઘપુરમાં વીજ ચેકીંગ કામગીરીમાં 502 વીજ જોડાણો ચેક કરાયા જેમાં 112 વીજ જોડાણોમાં ગેરરીતીઓ માલુમ પડતા 18.76 લાખના દંડકીય વીજ બીલ ઈસ્યુ કરાયા.

આ સમગ્ર કાર્યવાહી અધિક્ષક ઈજનેર એ.એમ.પાઘડાર અને કાર્યપાલક ઈજનેર પી.જી. જોશીના માર્ગદર્શન હેઠળ વીજ ટીમોએ બજાવી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.