Abtak Media Google News

PGVCLએ વાવડી, ખોખળદળ, માધાપર, રૈયા રોડ હેઠળના વિસ્તારોને ધમરોળ્યા

પીજીવીસીએલની 46 ટીમોએ આજે સવારથી શહેરના 4 સબ ડિવિઝન માધાપર, વાવડી, ખોખળદળ, રૈયા રોડ હેઠળના વિસ્તારોમાં વીજ ચેકીંગ હાથ ધર્યું છે.  પીજીવીસીએલ દ્વારા આજે રાજકોટ સિટી સર્કલના રાજકોટ સિટી ડિવિઝન-3 હેઠળના વાવડી, ખોખળદળ, માધાપર, રૈયા રોડ સબ ડિવિઝનના વિસ્તારોમાં કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વાવડી સબ ડિવિઝન હેઠળના રસુલપરા, રામનગર, મહમદીબાગ વગેરે વિસ્તારો, ખોખળદળ સબ ડિવિઝન હેઠળના શિવધારા પાર્ક, સોમનાથ સોસાયટી, કૈલાશપાર્ક વગેરે, માધાપર સબ ડિવિઝન હેઠળના સૈનિક સોસાયટી, 25 મીટર જીએચબી ક્વાર્ટર, જામનગર રોડ વગેરે વિસ્તાર, રૈયારોડ સબ ડિવિઝન હેઠળના શાસ્ત્રીનગર, આરએમસી આવાસ, સતાધાર પાર્ક વગેરે વિસ્તારોમાં 46 ટિમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 11કેવી પરફેક્ટ,આરએમસી, સુમંગલ, સ્વાતિપાર્ક, સરદાર સહિતના ફીડરોને આવરી લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.