Abtak Media Google News

 

ઈલેકિટ્રક ટ્રેન દોડવાથી ડીઝલ પરની નિર્ભરતા ઘટશે કાર્બન ફુટપ્રિન્ટમાં ઘટાડો થવાથી આશરે રૂ.100 કરોડની બચત થવાની ધારણા

અબતક,રાજકોટ

રાજકોટ રેલવે ડિવિઝનમાં હાલ ઈલેકટ્રીફીકેશનની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે હાલ રાજકોટ ઓખા વચ્ચે ઈલેકટ્રીફીકેશનની કામગીરી પૂરી થઈ છે. હજુ રાજકોટ ડિવિઝન હેઠળ આવતા સુરેન્દ્રનગર,રાજકોટ અને વાંકાનેર નવલખી લાઈનનું કામ બાકી છે. જેઆગામી ડિસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના સેવાઈ રહી છે. ડબલ ટ્રેકની કામગીરી પુરી થયા બાદ આ રૂટ ઉપર ઈલેકટ્રીક ટ્રેન દોડવા લાગશે અને ઈલેકિટ્રક ટ્રેન દોડવાથી રાજકોટથી ઓખા વાયા દ્વારકા વચ્ચે ફીકવન્સી વધશે

ભારતીય રેલવેના 100% વિદ્યુથીકરણને ચાલુ રાખીને સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન રેલવે ઈલેકિટ્રફિકેશન હેઠળના પ્રયાગરાજના અમદાવાદ યુનિટના રેલવે ઈલેકિટ્રફીકેશન વિભાગે રાજકોટ ડિવિઝનના રાજકોટ-ઓખા વિભાગએ વધુ એક સિધ્ધી મેળવી છે. રેલવે ઈલેકિટ્રીફેકશન, અમદાવાદના મુખ્ય ચીફ પ્રોજેકટ ડાયરેકટરના એ.કે.ચૌધરીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે. રાજકોટ ઓખા વચ્ચે ઈલેકિટ્રીફીકેશનની કામગીરી પૂર્ણ થતા ઈલેકિટ્રફાઈડવિભાગમાં માલસામાન અને પેસેન્જર ટ્રેન માટે પરીક્ષણ 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે સફળતાપૂર્વક બે વારપૂર્ણ કરવામાં આવ્યું છે.જેમાં આર.કે.એમ.અને 87 ટીકીએમની વિભાગીય લંબાઈ ધરાવતા ભાટીયા-ઓખાનાવિભાગનું નિરીક્ષણ કરાયુંહતુ આ સમયે સીઆરએસનાપ્રિન્સીપાલ ચીફ ઈલેકિટ્રકલ એન્જીનીયર, રેલવેના અધિકારી અને રાજકોટ ડીઆર એમ અનિલકુમાર જૈન હાજર રહ્યા હતા.

રાજકોટ-સુર્ન્દ્રનગર, મોરબી વાંકાનેર, નવલખી, સહિતની બાકી લાઈનના કામગીરી પૂરી થયાબાદ ઈલેકિટ્રક ટ્રેન દોડતી થઈ જશે જેપૂર્ણ થતા ડિસેમ્બર 2022 સુધીમાં કામગીરીપૂર્ણ થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.ઈલેકિટ્રક ટ્રેન દોડવાથી ડીઝલ લોકો મોટીવ્સ પરની નિર્ભતર ઘટશે અને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થવાથી વાર્ષિક આશરે રૂ.100 કરોડની બચત થવાની ધારણા છે. અમદાવાદની રેલવે ઈલેકિટ્રીફીકેશન ટીમ દ્વારા ભાટીયાથક્ષ ઓખા સુધીનાં પ્રોજેકટને પૂર્ણ કરવા માટે ઈલેકિટ્રીકલ સીવીલ અને સિગ્નલીંગ અને ટેલીકમ કામો માટે આશરે રૂ.103 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

ટ્રેનમાં કઇ કઇ સુવિધાઓ?

આ પેકેજ માં ટ્રેન ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. આ પ્રવાસી ટ્રેન સાબરમતીથી નીકળી સાબરમતી પરત ફરશે.વધુ માહિતી માટે www. irctctourism.com પર લોગ ઇન કરો અથવા 079-26582675, 8287931718, 8287931634, 9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરો. આ સિવાય મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ IRCTC ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે.

ટ્રેનમાં કેવી તકેદારી રાખવામાં આવશે ?

આઈ આર સી ટિ સી દ્વારા વિનંતી કરવામાં આવી છે કે મુસાફરોએ “કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં” ભાગ લેવો જોઈએ અને વહેલી તકે બે ડોઝ રસીકરણના કરાવવા જરૂરી છે અને કોવિડથી સુરક્ષિત રહેવું જોઈએ. આ યાત્રાઓ તમામ કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે. મુસાફરોની સલામતી માટે, તમામ મુસાફરોની મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે, “આરોગ્ય-સેતુ” એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે. ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલવે ડોક્ટરની પણ માંગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ બને છે, તો એક અલગ કંપાર્ટમેન્ટ ની પણ વ્યવસ્થા રહેશે. મુસાફરોને સુખદ મુસાફરી માટે IRCTCને સહકાર આપવા વિનંતી છે.

ટ્રેન કયાં કયાં સ્થળોએ લઇ જશે?

આઇઆરસીટીની દ્વારા ગુજરાતથી રરમી ફેબ્રુઆરીના રોજ રામાયણ યાત્રા ટ્રેન શરુ થવા જઇ રહી છે. આ ટ્રેનમાં મુસાફરોને ગુજરાતથી અયોઘ્યા, નંદિગ્રામ, જનકપુર, સીતા સમાધિ, સીતામઢી, પ્રયાગરાજ, ચિત્રકુટ, શ્રીગાયપૂર, નાશિક, હમ્પી અને રામેશ્ર્વર સુધી લઇ જવાશે.

ટ્રેનનું શેડયુલ ?

રામાયણ યાત્રા દર્શન યાત્રિકોના બજેટને ઘ્યાનમ)ં રાખીને રૂ. 13,035 ભાડુ નકકી કરવામાં આવ્યું છે. જેમાં યાત્રિકોને તા.રરમી ફેબુ્રઆરીથી 10મી માર્ચ સુધીની યાત્રા રહેશે. જેની તમામ માહીતી ઓફિશિયલ સાઇટ પર યાત્રાળુઓને મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.