Abtak Media Google News

ત્રણ પેઢીથી રેસ્ટોરન્ટ વ્યવસાય સંભાળતા કરણાભાઈ માલધારી છેલ્લા 40 વર્ષથી ગાર્ડન ગૌ શાળા ચલાવીને ગૌ સેવા કરી રહ્યા છે

ગાર્ડન ફેરીલેન્ડ (રેસ્ટોરન્ટ) શરુ કર્યા ને 23/3/23 ના 40 વર્ષ પુર્ણ થયા અને ગાર્ડન ગૌશાળાને 50 મું વર્ષ ચાલે છે. તે અનુસંધાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. ગાર્ડન ફેરીલેન્ડના સંસ્થાપક કરણાભાઈ માલધારી, સંચાલક માંડણભાઈ માલધારી, તેમજ સિધ્ધાર્થ માલધારી એ પત્રકારપરિષદ માં  માહિતી આપી હતી.

ગાર્ડન ફેરીલેન્ડ (રેસ્ટોરન્ટ) ના 40 માં માણેક મહોત્સવ વર્ષ ને તેમજ ગાર્ડન ગૌશાળા ના 50 માં ગોલ્ડન જયુબિલી વર્ષને આઝાદીના અમૃત કાળ સાથે જોડીને ગાર્ડનના પ્રિય ગ્રાહકો માટે સરપ્રાઇઝ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. વર્ષ દરમિયાન નોખી અનોખી સરપ્રાઈઝ સમયાંતરે આપતા રહીએ તેવુ યાદગાર આયોજન કર્યું છે. ચાલીસ વર્ષના લાંબા કાલખંડ બાદ રાજકોટ સૌરાષ્ટ્રના હજારો પરિવારો તેમજ પ્રવાસીઓની પહેલી બીજી અને ત્રીજી પેઢી અવિરત મુલાકાતો લેતી રહે છે. ગ્રાહકો માટે ગાર્ડન ફેરીલેન્ડ આજે વિશ્વાસનુ પ્રતિક બની ચુક્યું છે. એ અમારા માટે અતિ ગૌરવ પ્રદ બાબત છે. ગાર્ડન ફેરીલેન્ડની સફળતાના પાયામાં ગાર્ડન ગૌશાળા અને કૃષિ કાર્મ રહેલ છે. ગાર્ડન ફેરીલેન્ડ અને ગૌશાળા એક સિક્કાની બે બાજુ છે.

ગાર્ડન ગૌશાળા 1973 માં ગોપ અષ્ટમી એ ગાર્ડન ની જગ્યા પર શરૂ કરવામાં આવેલ. આજે અડધી સદી પૂર્ણ થવાને આરે છે. 1981 માં ભારત સરકારની ફ્લડ ટુ ” શ્વેત ક્રાન્તિ ભારતમાં દુધની નદીઓ વહે ” યોજના અંતર્ગત ગાર્ડન ગૌશાળા ” સૌરાષ્ટ્ર ગીર ક્રોસ બ્રીડ ” નું સંવર્ધન કરેલ . આજે સાચા દુધનો દુષ્કાળ છે , ત્યારે સ્વદેશી સંસ્કૃતિ અને પ્રકૃતિ અનુસાર ગાર્ડન ગૌશાળાનું પુન : સંવર્ધન થઈ રહીયુ છે . દુધની હેલ ભરી દે એવી ગુણવાન હેલી ગીર ગાયો તૈયાર થઈ રહી છે . એ ગાયો રૂપાળી, દુધાળી, દોહવામાં ઉત્તમ, જોવામાં જબરી ને ઝુઝારૂ હશે અને સિંહનો પણ સામનો કરી શકે એવી સબળી હશે. કારણ કે અમો મુળ તો ગીર બરડા આલેચના માલધારી , અમારા પૂર્વજોના મોઢેથી વાતો સાંભળી છે કે ગાયો સિંહ દીપડાને ભગાડતી હતી અને ગોવાળનું પણ રક્ષણ કરતી.

ગાર્ડન ફેરીલેન્ડ ફેમિલી રેસ્ટોરન્ટ તરીકે ખ્યાતિ પામ્યું છે. અમોએ પણ ત્રણ પેઢીને ધ્યાનમાં રાખીને ગાર્ડનને સજાવ્યુ છે. આજે ગાર્ડન ખુદ એક બ્રાંડ બની ચૂક્યું છે . રેસ્ટોરન્ટ વ્યવસાય ને નવી દીશા અને દ્રષ્ટિ આપી છે . ગાર્ડન ફેરીલેન્ડ માં વપરાતી દરેક વસ્તુ અમારી ગૌશાળા તેમજ કૃષિ – ફાર્મનું ગાય આધારિત ઘરેલુ ઉત્પાદન છે. અને નેચરલ ટેસ્ટ એ ગાર્ડન ફેરીલેન્ડનુ આગવાપણું છે. કુદરતી મેથડ દ્વાર તૈયાર થતી અને પીરસાતી દરેક વાનગી સુપાચ્ય હોય છે. તેવા ગ્રાહક પરિવારના અંતરના ઉદ્દગારો અમોને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરે છે . જેનો અમોને અનેરો આનંદ છે.

ગાર્ડન ફેરીલેન્ડમાં આંખ અને મનને ગમે તેવા બે એસેમ્બલી હોલ, પાર્ટી લોન્સ અને કીલ્લોલ પાર્ક માં નવા સાધનો સાથે આર . ઓ . વોટરની જગ્યાએ ફેંગન વોટરનું નવીનીકરણ થઈ રહીયુ છે. અમોએ હંમેશા નવા દ્રષ્ટિકોણ નવા આઈડીયા નવી અવધારણા આપી છે.

40 વર્ષ પહેલા એ જમાનામાં લોકોની હાઈવે ઉપરના રેસ્ટોરાની જે ધારણાઓ અને માન્યતાઓ હતી તેને ગાર્ડન ફેરીલેન્ડે ધળમુળથી બદલી નાખી ને અનેક વિધ સુવિધાઓ ઉભી કરીને આગવા ઈતિહાસનું સર્જન કર્યું છે. ફસ્ટ ટાઈમ ફેમિલી સાથે ગાર્ડન ફેરીલેન્ડથી આવવાની શરુઆત થઈ જે આજ પર્યંત ચાલુ છે . એ વણથંભી વિરાસતે અમોને ગૌરવ સાથે ઘણું બધું આપ્યુ છે . અનેક બાબતો થી ” ગાર્ડન ફેરીલેન્ડ આજે પણ અનોખું ” છે. આજના અવસરે દિલદાર ગ્રાહક જનો નો ગાર્ડન પરિવાર અંતરથી આભાર માને છે. અને સાથો સાથ હજુ પણ વધુ ઉત્કૃષ્ટ સેવા કરવાનો ભરોસો આપે છે. ગાર્ડન ફેરીલેન્ડ અમારા માટે એક રેસ્ટોરન્ટ નથી ઈતિહાસીક ધરોહર સમું છે. તેમ કરણાભાઈ માલધારી અંતમાં જણાવ્યું હતું

ગ્રાહકોને હર હંમેશા અમે સર્વોપરી માન્યા છે: કરણાભાઈ માલધારી

ગાર્ડન ફેરીલેન્ડના ગ્રાહકો  સાથે અમારા પારિવારીક નાતો બંધાયેલો છે. ગાર્ડનના ગ્રાહકો ને હર હંમેશને માટે અમોએ સર્વોપરી માન્યા છે . વાર તહેવારે બે થી અઢી કલાકનુ  વેઈટીંગ હોય તો પણ 40 વર્ષ દરમિયાન ગ્રાહકો અમારાથી નારાજ થયાની ઘટના બની નથી. બીરદાવવા માટે અમારી પાસે શબ્દો નથી પરંતુ ગાર્ડન પ્રતિ પ્રત્યેક ગ્રાહકોનો અભિગમ, પૌતીકા પણાનો ભાવ અને ભરોસો એ ઈશ્વરી કૃપા હોય એવુ અમોને લાગ્યા કરે છે. તેમ ગાર્ડન ફેરીલેન્ડના સંસ્થાપક કરણાભાઈ માલધારી એ જણાવ્યું હતું.

40 વર્ષ દરમિયાન દેશના વિવિધ ક્ષેત્ર ની ગણમાન્ય મેધાવી વિભૂતિઓ ગાર્ડન ફેરીલેન્ડની મુલાકાત લઈ ચુક્યાં છે , જમી ચુક્યા છે. તેમના અદ્ભૂત ઉદગારો અમો ભૂલ્યા નથી . જેણે અમોને બળ આપ્યુ છે. જે ભોજન ગ્રાહકો ને જમાડીએ છીએ એ ભોજન અમો પણ જમીએ છીએ તે અમારા ગ્રાહકો જાણે છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.