ઈલેકટ્રોનિક ‘હાથી’ ઉપર અંકુશ જરૂરી !!!

પ્રસાર માધ્યમો ઔચિત્ય ભંગ થાય તેવા પ્રસારણ ન જ કરી શકે: હાઈકોર્ટ

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં અખબાર અને સમાચાર માધ્યમમાં ચોથી જાગીરનું બિરુદ આપી લોકતંત્રના ચોથા સ્થંભની ઉપમા અને વ્યાપક સ્વાયતતા આપી છે. ત્યારે માધ્યમો સ્વાયતતાને સ્વછંદતા ન બનાવે તે માટે નિશ્ર્ચિત મર્યાદા રેખાની આવશ્યકતાની હવે ન્યાય તંત્રએ હિમાયત કરી છે. મદ્રાસ હાઈકોર્ટે ઈલેકટ્રોનિક હાથી પર અંકુશ જરૂરી હોવાના નિર્દેશ આપતા ચુકાદામાં જણાવ્યું છે કે, માધ્યમોને પોતાની જવાબદારી સમજવી જોઈએ અને ઔચિત્ય ભંગ થાય તેવા પ્રસારણથી દૂર રહેવું જોઈએ. મદ્રાસ હાઈકોર્ટની સંયુક્ત ખંડપીઠના ન્યાયમૂર્તિ એન.કિરૂબાકરણ અને બી.કુગ્લેન્ધીએ આપેલા પ્રતિભાવમાં જણાવ્યું છે કે, ટેલીવિઝન ચેનલો પર ખાસ નિયંત્રણ હોવા જોઈએ.

૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાના જીવંત પ્રસારણને આંતંકીઓ પણ જોતા હતા અને બીજા એક કિસ્સામાં કર્ણાટકમાં એક છોકરીની કત્તલનો કિસ્સો ટીવી ચેનલમાં પ્રસારીત કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટની ખંડપીઠે આવા દ્રશ્યો કે જે ઔચિત્ય ભંગ થતાં હોય તેવા પ્રસારણ સ્કીન ઉપર ન દેખાડવા જોઈએ. કેટલાક કિસ્સામાં નવજાત બાળકોના ન ગમે તેવા દ્રશ્યો ટીવીમાં દર્શાવવામાં આવે છે. અત્યારે જ્યારે દ્રશ્યસ્ત્રાવ્ય માધ્યમોનો વ્યાપ વધતો જાય છે ત્યારે આવા દુષણો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. ટીવીની જાહેરાતો અને કાર્યક્રમો અંગે ન્યાયમૂર્તિઓએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે, ઘણી એવી બાબતો પરિવારમાં કોઈપણ જાતની પરવાનગી વગર પ્રવેશી જાય છે. ટીવીના ક્ધટેઈન્ટ અને તેના વિષય-વસ્તુઓ પર હવે કોઈ નિયંત્રણ રહ્યું નથી. જાહેરાતની બે અરજીમાં ટીવી ચેનલો સામે અને કેબલ ઓપરેટરો સામે ઔચિત્ય ભંગ થાય તેવા પ્રસારણો અંગે પગલા લેવાની માંગ કરી હતી. આ અરજીના નિકાલમાં કોર્ટે પોતાનું મંતવ્ય વ્યકત કર્યું હતું. કોર્ટે અગાઉ ક્રિકેટર વિરાટ કોહલી, સૌરવ ગાંગુલી, કલાકાર પ્રકાશ રાજ, તમન્ના ભાટીયા, રાણા ડુગાબટી, સુદીપ સહિતના લોકો સામે નોટિસ ઈસ્યુ કરવા આદેશો કર્યા હતા. કોર્ટે ટીવી ચેનલો અને દ્રશ્યસ્ત્રાવ્ય માધ્યમો પર ઔચિત્ય ભંગ થાય તેવા પ્રસારણ પર નિયંત્રણની ભલામણ કરી છે.