Abtak Media Google News

સદરમાં આવેલ ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા તરીકે ઓળખાતી ત્યારની તાલુકા શાળામાંથી ૧૯૦૧માં શિક્ષણનો પ્રારંભ કર્યો હતો

મહાત્મા ગાંધી જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરૂદી નવાજેલા તેવા સર્મ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની, પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્મજયંતી ૨૮ ઑગસ્ટના રોજ છે. આ અવસરે ઝવેરચંદ મેઘાણીના રાજકોટ સોનાં લાગણીસભર સંભારણાં અને સંસ્મરણો અત્રે પ્રસ્તુત છે.

ઝવેરચંદ મેઘાણી રાજકોટને પોતાની ‘બાલ્યાવસની લીલાભૂમિ તરીકે ઓળખાવતા. જન્મમાં ચોટીલામાં, પણ સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું. પોતાને રાજકોટ જવું જેટલું ગમતું તેટલું બીજે કોઈ ઠેકાણે જવું ગમતું નહિ તેવું પણ તેમણે નોંધ્યું છે.

બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા નીડર અને નેકદિલ પિતા કાળીદાસ દેવચંદ મેઘાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી થતાં, ઝવેરચંદ મેઘાણી ૨થી ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના ક્વાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા. દશ માણસનું કુટુંબ પિતાના પંદર રૂપિયાના પગાર પર તે વખતે નભતું.

સદરમાં આવેલ અને અત્યારે ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણી પ્રામિક શાળા તરીકે ઓળખાતી ત્યારની તાલુકા શાળામાંથી ૧૯૦૧માં શાળા-શિક્ષણનો પ્રારંભ કર્યો હતો. તે વખતનું નોંધણી-પત્રક આજે પણ આ ઐતિહાસિક શાળામાં જતનપૂર્વક જળવાયેલું છે.

ઝવેરચંદ મેઘાણીની ચાર વર્ષની બાલ્યાવસનું એક પ્રિય સ્મરણ : તે વખતના નીડર, ન્યાયપ્રિય, નેકદિલ, ખુમારીવાળા અને શિસ્તના આગ્રહી એવા રાજકોટના ઉચ્ચ પોલીસ-અધિકારી સૂટર સાહેબ. ઘરની દિવાલ પર વરસો સુધી માતા ધોળીમાએ સૂટર સાહેબની તસ્વીર ટાંગી રાખી હતી.

ઝવેરચંદ મેઘાણીએ પોતાની ખૂબ જાણીતી યેલી નવલકથા ‘સોરઠ, તારાં વહેતાં પાણીમાં દિલેરદિલ ગોરા પોલીસ-અધિકારીનું પાત્ર આલેખ્યું હતું તે આ સૂટર સાહેબ પરી. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીની અનેક સ્મૃતિઓ જોડાયેલી છે. તેઓ લાગણીભેર નોંધે છે : ‘આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.