Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજ્ય સરકાર દ્વારા અધિકારી, કર્મચારી અને પેન્શનરોનો હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી, કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં ૧૧%નો વધારો કરી ૨૮% કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂ પાણી સાથે પરામર્શ કરી કરવામાં આવ્યો નિર્ણયમાં આવ્યો છે. સપ્ટેમ્બર માસથી મોંઘવારી ભથ્થુ સપ્ટેમ્બર માસ પગાર સાથે ચુકવવામાં આવશે.

જુલાઇ માસથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમ ઓક્ટોબર માસના પગાર સાથે અને ઓગષ્ટ માસના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમ જાન્યુઆરી-૨૦૨૨ના પગાર સાથે ચુકવાશે. રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી અંદાજે કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ થશે. આ નિર્ણયનો અમલ ૧ જુલાઇ ૨૦૨૧થી કરવામાં આવશે.

આ અંગે વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે કેન્દ્ર સરકારના કર્મચારી અધિકારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી ૧૭% મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું. જેમાં ૧લી જુલાઇથી ૧૧%નો વધારો કરી ૨૮%ના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર હંમેશા પ્રણાલિકાગત રીતે મોંઘવારી ભથ્થાની બાબતમાં ભારત સરકાર જે ધોરણે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપે છે તેને અનુસારે છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, મોંઘવારણી ભથ્થાના આ વધારાનો અમલ સપ્ટેમ્બર માસના પગાર સાથે ચુકવવામાં આવશે.

જ્યારે જુલાઇ માસથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમનું ચુકવણું ઓક્ટોબર માસના પગાર સાથે કરવામાં આવશે અને ઓગષ્ટ માસના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમનું ચુકવણું જાન્યુઆરી-૨૦૨૨ના પગાર સાથે કરવામાં આવશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને દર મહિને અંદાજે રૂ .૩.૭૮ કરોડનો નાણાકીય બોજો આવશે. આ નિર્ણયનો લાભ અંદાજે કુલ-૯,૬૧,૬૩૮ જેમાં રાજ્ય સરકારના ૫,૧૧,૧૨૯ જેટલા અધિકારી, કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ અને ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરો મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.