Abtak Media Google News

24 માર્ચ વિશ્ર્વ ટી.બી. દિવસ પૂર્વે ટીબી મૂકત ગુજરાત હેતુ માટે કામ કરતા કરારી કર્મચારીઓએ શોષણ મૂકત કર્મચારીઓનાં નારા સાથે શોષણ મૂકત કરવા સરકારને અપીલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના ના.મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના સ્વપ્ન ટીબી મુકત ભારત ટીબી મૂકત ગુજરાતને સાકાર કરવા ગુજરાત આરએનટીસીપી કરારબધ્ધ કર્મચારી સંઘના તમામ કર્મચારી સભ્યોએ આ કોરોનાકાળમાં ભારે જહેમત અને આયોજન પૂર્વક ટીબીને નાથવાની કપરી કામગીરીને સઘન બનાવી છે.

સામાન્યત બે પ્રકારના ટીબી છે જે ફેફસાની અને ફેફસા સિવાયની ટીબી એમ વર્ગીકૃત છે ભારત સહિત દુનિયાભરમાં જો ગંભીર પ્રકારની નુકશાનકર્તા ટીબી હોય તો તે ફેફસાનો ટીબી છે.

જેમાં દર્દીને ખાસી આવવી ગળફશ આવવા ઝીણો તાવ ભુખ ન લાગવી, વજન ઘટવું જેવા ચિન્હો જોવા મળે છે.

આવા ટીબી થવાના કારણોમાં મુખ્યત્વે નબળી રોગપ્રતિકારક શકિત વ્યસનો, કુપોષણ સારવાર પર ન હોય તેવા દર્દીના સીધા સંપર્કમાં રહેવું વગેરે છે.ટીબીના નિદાન માટે હવે તમામ નજીકનાં સરકારી દવાખાનાએ નિદાન તેમજ સારવાર નિ:શુલ્ક મળે તેવી વ્યવસ્થા પણ છે. તદુપરાંત નિદાન થઈ સારવાર ઉપર મૂકાતા ટીબીના દર્દીના બેંક ખાતામાં માસીક રૂ.500 મુજબ સીધી પોષણ સહાય પણ નિયમિત આપવામાં આવે છે.

ગત 24 માર્ચનાં રોજ જયારે લોકડાઉનની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી કપરા સંજોગોમાં કોઈપણ પ્રકારનાં લાભ વગર તેમજ ઓરમાયા વર્તનને સહન કરીને પણ વર્ષોથી ટીબી નાથવાની કામગીરીમાં કાર્યરત કરારી કર્મીઓનાં અવાજને બુલંદ બનાવવા વર્લ્ડ ટીબી ડે નિમિતે સંઘ પ્રમુખ હેમાશુંપંડયા દ્વારા ટીબી મુજબ ભારત ટીબી મુકત ગુજરાત શોષણ મૂકત કર્મચારીઓના નારા સહ સૌથી જુના અને મહેનતુ આ કરારી કર્મીઓને સમજી તેઓને શોષણમુકત કરવા સરકારને આહવાહન કર્યું છે.

તેમણે છે કે અમોને ન્યાય આપો અમારી પાસે રસ્તા પર આવવા સમય નથી અમે અમારા દર્દીઓ પરત્સે સંવેદનશીલ છીએ અમારી ધીરજની કસોટી ન કરશો આપના સ્વપ્નો અધિકારીઓથક્ષ નહી અમારી મહેનતથી સાકાર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.