Abtak Media Google News

સરકારે ૧૫ દિવસ પૂર્વે જાહેરાત તો કરી દીધી પરંતુ પરિપત્ર બહાર ન પાડતા વીજ કંપનીઓ દ્વારા જાહેરાતની અમલવારી નહીં

દરેક સબ ડિવિઝનમાં વધુ વીજ બીલ અને ૧૦૦ યુનિટ માફી મુદ્દે ગ્રાહકોની કતારો જામે છે: સરકાર અને કંપની બન્નેના વાંકે કર્મચારીઓ ઉપર ફૂટી રહ્યાં છે ઠીકરા

સરકાર દ્વારા ૧૫ દિવસ પહેલા વીજ બીલમાં ૧૦૦ યુનિટ માફ કરવાની જાહેરાત જોરશોરથી કરી દેવામાં આવી પરંતુ આ અંગેનો હજુ સુધી કોઈ પરિપત્ર બહાર પાડવામાં ન આવતા કર્મચારીની હાલત કફોડી બની છે. વીજ કર્મચારીઓને દરરોજ આ મુદ્દે ગ્રાહકો સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું હોવાની ફરિયાદો મળી રહી છે. આમ સરકાર અને કંપની બન્નેના વાંકે કર્મચારીઓ ઉપર ઠીકર તૂટી રહ્યાં હોય સરકાર વહેલી તકે આ બાબતે મૌન તોડે તે જ‚રીછે.ગતતા.૪જૂનનારોજમુખ્યમંત્રીવિજયભાઈ‚પાણીદ્વારા વીજ બીલ ઉપર ૧૦૦ યુનિટ માફ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને ૧૫ દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી આ અંગે કોઈ પરિપિત્ર વીજ કંપનીને મોકલવામાં આવ્યો નથી. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલના ૫૫ લાખ વીજ ગ્રાહકો છે. તેમાંથી રાજ્ય સરકારની જાહેરાત મુજબ લાખો વીજ ગ્રાહકોને આ લાભ મળવાનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ૬૦ દિવસ ધંધા-રોજગાર બંધ રહ્યાં હોય રોજનું કમાઈ રોજનું ખાતા એવા મધ્યમ વર્ગની આર્થિક હાલત કથડી ગઈ હોવાથી સરકાર દ્વારા વીજ બીલમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાત અધ્ધરતાલ હોવાનું જણાય આવે છે. હજુ સુધી આ અંગે કોઈ પરિપત્ર વીજ કંપનીને આપવામાં આવ્યો નથી. જેથી વીજ કંપની આ જાહેરાતની અમલવારી કરાવી શકે તેમ નથી. અંતે વીજ ગ્રાહકો જાહેરાતને ધ્યાને લઈ સબ ડિવિજન કચેરીમાં દોડી આવે છે અને ત્યાં રહેલા વીજ કર્મચારીઓ સાથે માથાકૂટ કરતા નજરે પડે છે.

આમ છેલ્લા ઘણા દિવસોથી દરરોજ ગ્રાહકો સાથે વીજ કર્મચારીને ઘર્ષણ થતું હોવાની ફરિયાદ વહેતી થઈ છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા અત્યારે ૧૦૦ યુનિટ માફીનો પરિપત્ર સત્તાવાર રીતે બહાર પાડવામાં આવે તો પણ તેમની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ આ લાભ ગ્રાહકોને આવતા મહિના બાદ મળે તેમ છે. માટે હાલ તો ગ્રાહકોએ ૧૦૦ યુનિટ માફીના લાભ ભુલી જ જવું બરાબર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.