રોજગાર દિવસ: અમરેલીમાં મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન

અમરેલી, ભરત ગોંડલિયા : રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજય સરકાર દ્વારા તા. ૧લી ઓગષ્ટથી શરૂ કરાયેલ વિવિધ ૧૦ સોપનોના સેવાયજ્ઞ નિમિત્તે આજે છઠ્ઠા દિવસે રાજયના યુવાઓ માટે વિશેષ રૂપે રોજગાર દિવસ અંતર્ગત રાજયભર ૫૧ સ્થળોએ યુવાઓને રોજગાર નિયુકતી પત્રો મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે જોડાયેલા મહાનુભાવોના હસ્તે એનાયત કરાવમાં આવ્યા હતા. રાજયભરમાં આજરોજ રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી છે.

અમરેલી ખાતે પણ રોજગાર દિવસ ઉજવાયો છે. પાંચ વર્ષના સુશાસનની ઉજવણી નિમિત્તે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડોક્ટર ધનસુખભાઇ ભંડેરીની હાજરીમાં કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાઓને રોજગારી નિયુક્તિ પત્રનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ડોક્ટર ધનસુખભાઇ ભંડેરી ઉપરાંત સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા, બાવકુભાઈ ઉંધાડ, ભાવનાબેન ગોંડલીયા, નગરપાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવિયા, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દિનેશભાઈ ગૂરવ તેમજ ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.