Abtak Media Google News

ગોધરા,આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, એમાં પણ એચએએલ કોરોનાની વૈશ્વિક મહામારીમાં નિયમોનું પણ પાલન થાય તે માટે વહીવટી ઉપરાંત પોલીસ તંત્ર સજ્જ છે. ત્યારે પોલીસ દ્વારા વધુ સાવચેતીના ભાગરૂપે રાજ્યના અમુક જિલ્લાઓમાં ડ્રોન સહિતના ફ્લાઈંગ ઓબ્જેક્ટ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાંઆવી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ આ પ્રકારનો નિયમ લાગુ કરી કલેક્ટર સુજલ મયાત્રા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જમીનથી આકાશ તરફ ઉડાવવામાં આવતા ગુબ્બારા, ડ્રોન, એરબલૂન જેવા ફ્લાઈંગ ઓબ્જેક્ટના કારણે અકસ્માત કે દુર્ઘટના સર્જાવાના સંજોગો ન ઉભા થાય તે માટે પંચમહાલ જિલ્લામાં આ પ્રકારના ડ્રોન સહિતના ફ્લાઈંગ ઓબ્જેક્ટના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકતો જાહેર હુકમ કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ સુજલ મયાત્રા (આઈ.એ.એસ.) દ્વારા સને 1973ના ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ-144 હેઠળ મળેલ અધિકારોની રૂએ પ્રસિદ્ધ કરાયેલ આ જાહેરનામું આગામી 2 માસ સુધી અમલી રહેશે.

આ જાહેરનામા અંતર્ગત પંચમહાલ જિલ્લા હદવિસ્તારમાં રીમોટ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોનનો વ્યવસાયિક ઉપયોગ કરનારે તેઓના ડ્રોનની સંપૂર્ણ માહિતી નજીકના પોલિસ સ્ટેશનમાં આપવાની રહેશે અને યથાપ્રસંગે પોલિસ અધિક્ષક પંચમહાલની કચેરી ખાતેથી મંજૂરી મેળવવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેમ જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.