Abtak Media Google News

રાજાશાહી વખતના આ રાજમહેલની જો તંત્ર દ્વારા જાળવણી કરવામાં આવે તો એક સુંદર મ્યુઝીયમનું નિર્માણ થઈ શકે તેમ છે

અમરેલીનો રાજાશાહી વખતનો રાજમહેલ હાલા અતિ જર્જરીત હાલતમાં  છે. આ ભવ્ય વારસાની  તંત્ર દ્વારા  જો યોગ્ય જાળવણી અર્થે ર્જીણોધ્ધાર કરાવવામાં આવે તો આવનારી પેઢી પણ આ રાજમહેલ વિશે જાણી શકે અમરેલી જેવા નાના એવા નગરમાં આ  વારસાને  સાચવવા ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી લોક માંગ પ્રવર્તી રહી છે.

અમરેલી શહેરનો રાજમહેલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઇ તકેદારી લેવામાં આવતી નથી. રાજાશાહી વખતના રાજમહેલ હાલ તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે.તંત્ર દ્વારા  યોગ્ય જાળવણી કરવામાં આવે તો અહીં એક સુંદર મ્યુઝિયમ પણ બની શકે. 1892માં રજવાડા સયાજીરાવ ગાયકવાડે બનાવેલ પોતાના રહેવા માટે બનાવેલો હતો. સમય જતા રાજમહેલ જર્જરિત હાલતમાં જોવા મળે છે. રાજમહેલ ને બચાવવા તંત્ર વિભાગ અને સરકાર જરૂરી કાર્યવાહી કરે તેવો સૂર ઉઠયો છે.

ઇતિહાસકારોનું માનવું છે કે જો સરકારી તંત્ર જો રાજમહેલની યોગ્ય જાળવણી કરે તો  આવનારી પેઢી પણ આ રાજ મહેલ વિશે જાણી શકે આવી વિરાસતના જીણોધાર માટે અનેક સંસ્થા તૈયાર છે .એક બાજુ અમદાવાદને હેરીટેજ સિટી તરીકે જાહેર કરો છો વિશ્વમાં નામના મેળવો છો . તો અમરેલી જેવા નાના નગરના  ઐતિહાસિક વારસા ની ગ્રાન્ટ કેમ નહીં તેવા લોકો સવાલો પૂછી રહ્યા છે. પી.ડબલ્યુ.ડી વિભાગ હોય, સાંસ્કૃતિક વિભાગ હોય, ઐતિહાસિક વિભાગ હોય ,સરકાર  તાત્કાલિક ધોરણે અંગત રસ લઈ આ ઇમારતની જાળવણી કરે તેવી લોકોની માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.