Abtak Media Google News

ખેડુતોને સહાય લગતી માહિતી અપાઈ

ઉપલેટા સેવા સહકારી મંડળીની ૪૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

૪૫મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના પ્રમુખ હરિભાઈ ઠુંમર ખેડુતોને રાજય સરકાર અને આરડીસી બેંક દ્વારા તાજેતરમાં ખેડુતો માટે મગફળી અને કપાસના પાક વિમાના પ્રિમયમ બેંક દ્વારા સહાય આપવામાં આવશે આઉપરાંત ખેડુત સભાસદો માટે અકસ્માત વિમા ૫ લાખથી વધારીને ૧૦ લાખનો કરવામા આવેલ, આકસ્મિત દવાખાના ના ખર્ચ માટે ખેડુતને તત્કાલીક દશ હજારની સહાય પણ આપવામાં આવશે.

આઉપરાંત વિવિધ ખેડુત લક્ષી યોજનાઓની વાત કરવામાં આવી હતી. તેમજ વર્ષ દરમ્યાન મંડળીના વાર્ષિક અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાધારણ સભામાં મંડળીના ડિરેકટરો છગતભાઈ સોજીત્રા કિશોરભાઈ સોજીત્રા, ઓઘાભાઈ ગજેરા રાણાભાઈ કપુપરા, ધર્મેન્દ્રભાઈ સુરાણી, રવજીભાઈ ગજેરા, વલ્લભભાઈ સોજીત્રા, દિલીપભાઈ ગજેરા આ ઉપરાંત કે.ડી. ગજેરા, પોપટભાઈ પાદરીયા, કુભાણી સાહેબ, ડાયાભાઈ ગજેરા, હરસુખભાઈ સોજીત્રા, કિશોરભાઈ વસોયા સહિત સભાસદો ખેડુતો હાજર રહ્યા હતા આ સાધારણ સભાને સફળ બનાવવા મંડળીના મંત્રી ગીરધરભાઈ સોજીત્રા તેમજ કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ હતી. જીઆરડીસી બેંકના જોનલ મેનેજર ભરત હિરપરા ઓફીસર રાદડીયા હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.