Abtak Media Google News

હાઈસ્કોરીંગ મેચમાં ઈંગ્લેન્ડનો ૩૧ રને વિજય: રોહિત શર્માની સદી એળે

સતત પાંચ મેચ જીતનાર ભારત વર્લ્ડકપમાં યજમાન ઇંગ્લેન્ડ સામે પહેલી મેચ હાર્યું. ૨૭ વર્ષ પછી ઇંગ્લેન્ડ ભારત સામે વર્લ્ડકપમાં જીત્યું. વર્લ્ડકપના પોઇન્ટ ટેબલ પર ભારતની હારની સીધી અસર પાકિસ્તાન પર થઇ છે. પોઇન્ટ ટેબલની સ્થિતિના લીધે પહેલી વાર એવું થયું હતું કે પાકિસ્તાન પણ ભારત જીતે એવું ઇચ્છતું હતું, પરંતુ ભારત હારી ગયું. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૫૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૩૩૭ રન કર્યા હતા. વર્લ્ડકપમાં રનચેઝ કરવામાં ભારત હંમેશા નબળું રહ્યું છે અને આજે ફરીથી તે પુરવાર થયું છે. આ જીત સાથે જ ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રહી છે. ભારતે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન ચોક્કસ કરવા હવે પછીની શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેની ૨માંથી કોઈ એક મેચ જીતવી જરૂરી છે.

૩૩૮ રનનો પીછો કરતા ભારતીય ટીમ ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૩૦૬ રન જ કરી શકી હતી. લોકેશ રાહુલ શૂન્ય રને આઉટ થતા ભારતની શરૂઆત નબળી રહી હતી. તે પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે ૧૩૮ રન જોડ્યા હતા. રોહિતે કરિયરની ૨૫મી સદી ફટકારતાં ૧૦૯ બોલમાં ૧૦૨ રન કર્યા હતા. જયારે કોહલીએ ૬૬ રન કર્યા હતા. તે પહેલી વાત સતત પાંચ ફિફટીને સદીમાં ક્ધવર્ટ કરી શક્યો ન હતો. તે બંનેના આઉટ થયા પછી હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે જીતવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પૂરતો ન હતો. પંડ્યાએ ૪૫ રન અને પંતે ૩૨ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ માટે લિયમ પ્લન્કેટે ૩ વિકેટ, જયારે ક્રિસ વોકસે ૨ વિકેટ લીધી હતી. વોકસે પહેલી ત્રણેય ઓવર મેડન નાખી હતી. ભારત ૮ વર્ષ પછી વર્લ્ડકપના લીગ રાઉન્ડમાં મેચ હાર્યું: ભારત ૮ વર્ષ પછી વર્લ્ડકપના લીગ રાઉન્ડમાં મેચ હાર્યું છે. આ પહેલા ભારત ૨૦૧૧ના વર્લ્ડકપમાં નાગપુર ખાતે દક્ષિણ આફ્રિકા સામે હાર્યું હતું. તે પછી ટીમ ઇન્ડિયા સતત ૧૨ મેચમાં અપરાજિત રહી હતી. ઇંગ્લેન્ડના ૮ મેચમાં ૧૦ પોઇન્ટ છે. તે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતે તો ૧૨ પોઇન્ટ સાથે સેમિફાઇનલમાં સ્થાન મેળવી લેશે. જો તે ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારે તો: પાકિસ્તાન બાંગ્લાદેશ સામે હારે અને બાંગ્લાદેશ ભારત સામે હારે તો ક્વોલિફાય કરી શકે છે. બીજી તરફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ પોતાની બાકીની મેચ જીતે તેમ છતાં ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સામે હારે તો જ સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકશે. રોહિત શર્મા ક્રિસ વોક્સની બોલિંગમાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૧૦૯ બોલમાં ૧૫ ચોક્કાની મદદથી ૧૦૨ રન કર્યા હતા. તેણે ટૂર્નામેન્ટની ત્રીજી અને વનડે કરિયરની ૨૫મી સદી ફટકારી છે. રોહિતે પહેલી વાર એક પણ સિક્સ ફટકાર્યા વગર સદી ફટકારી હતી.

વિરાટ કોહલી લિયમ પ્લન્કેટની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ જેમ્સ વિન્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૭૬ બોલમાં ૬૬ રન કર્યા હતા. કોહલીએ ટૂર્નામેન્ટમાં પોતાની ૫મી અને વનડેમાં ૫૪મી ફિફટી ફટકારી છે. તેની પહેલાં સ્ટીવ સ્મિથે ૨૦૧૫ના વર્લ્ડકપમાં સતત ૫ ફિફટી ફટકારી હતી. ઓપનર લોકેશ રાહુલ શૂન્ય રને ક્રિસ વોક્સની બોલિંગમાં કોટ એન્ડ બોલ્ડ થયો હતો. ક્રિસ વોકસે સતત ૩ ઓવર મેડન નાખી છે. રોહિત શર્મા ૪ રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે જોફ્રા આર્ચરની બોલિંગમાં જો રૂટે સ્લીપમાં તેનો સરળ કેચ છોડ્યો હતો. વર્લ્ડકપની ૩૮મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડે ભારતને મેચ જીતવા ૩૩૮ રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને બેટિંગ કરતા ઇંગ્લેન્ડ માટે શરૂઆત જોરદાર રહી હતી. જોની બેરસ્ટો અને જેસન રોયે પ્રથમ વિકેટ માટે ૧૬૦ રન કર્યા હતા. રોયે ૫૭ બોલમાં ૬૬ રન કર્યા હતા. જયારે બેરસ્ટોએ ૧૦૯ બોલમાં ૧૧૧ રનની ઇનિંગ્સ રમી હતી. તે બંનેના આઉટ થયા પછી મોર્ગન પણ ૧ રને પેવેલિયન ભેગો થયો હતો. જયારે જો રૂટે સંઘર્ષ કરતા ૪૨ રન કર્યા હતા. તે સમયે ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ ૫૪ બોલમાં ૭૯ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. ભારત માટે મોહમ્મદ શમીએ ૫ વિકેટ, જયારે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે ૧-૧ વિકેટ લીધી હતી.

જો રૂટ શમીની બોલિંગમાં ફાઈન લેગ પર પંડ્યાને હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૪૪ રન કર્યા હતા. ઓઇન મોર્ગન ૧ રને મોહમ્મદ શમીના શોર્ટ બોલમાં ફાઈન લેગ પર કેદાર જાધવના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલાં જોની બેરસ્ટો મોહમ્મદ શમીની બોલિંગમાં ઋષભ પંત દ્વારા ડીપ કવર્સ પર કેચ આઉટ થયો હતો. તેણે ૧૦૯ બોલમાં ૧૦ ચોક્કા અને ૬ છગ્ગાની મદદથી ૧૧૧ રન કર્યા હતા. ઇંગ્લેન્ડે ૩૦ ઓવરના અંતે ૧ વિકેટ ગુમાવી ૨૦૨ રન કર્યા છે. જો રૂટ ૨૦ રને અને જોની બેરસ્ટો ૧૧૧ રને રમી રહ્યા છે. બેરસ્ટોએ ૯૦ બોલમાં પોતાના વનડે કરિયરની ૮મી સદી ફટકારી છે. તે આ વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ માટે સદી ફટકારનાર પાંચમો ખેલાડી બન્યો છે. જેસન રોય કુલદીપ યાદવની બોલિંગમાં લોન્ગ-ઓન પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. જાડેજાએ અદભુત કેચ કર્યો હતો. રોયે ૫૭ બોલમાં ૭ ચોક્કા અને ૨ છગ્ગાની મદદથી ૬૬ રન કર્યા હતા. હાર્દિક પંડ્યાની ઓવરમાં જેસન રોય કીપર ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. અમ્પાયરે બોલને વાઈડ આપ્યો હતો. કોહલીએ રિવ્યુ લેવા અંગે વિચાર્યું હતું, પરંતુ ધોનીએ ના પાડતા વિચાર ફેરવ્યો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ રોયના ગ્લવ્સને અડ્યો હતો. ભારતે રિવ્યુ લીધું હોત તો રોય પેવેલિયન ભેગો થયો હોત.ઇંગ્લેન્ડે ૧૦ ઓવરના અંતે વિના વિકેટ ગુમાવી ૪૭ રન કર્યા છે. જેસન રોય ૨૦ રને અને જોની બેરસ્ટો ૨૫ રને રમી રહ્યા છે. વર્લ્ડકપની ૩૮મી મેચમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડના કેપ્ટન ઓઇન મોર્ગને ટોસ જીતીને બેટિંગ લીધી છે. ઇંગ્લેન્ડની ટીમમાં લિયમ પ્લન્કેટ અને જેસન રોયનો જેમ્સ વિન્સ અને મોઇન અલીની જગ્યાએ સમાવેશ થયો છે. ભારતીય ટીમમાં ઋષભ પંતનો ઈજાગ્રસ્ત વિજય શંકરની જગ્યાએ સમાવેશ થયો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે બહાર શું ચાલી રહ્યું છે, તેનો મને આઈડિયા નથી. પરંતુ હું માનું છું કે પાકિસ્તાની ફેન્સ આજે અમને સપોર્ટ કરતા હશે, જે એક જૂજ ઘટના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.