Abtak Media Google News
  • પ્રથમ તબક્કામાં 62 ટકા બીજા તબક્કામાં 65 ટકા મતદાન બાદ ચૂંટણી પંચ સાથે સક્રીય પક્ષો માટે પણ ચિંતાનો વિષય: ભાજપ શાસીત રાજ્યમાં મતદાનની ટકાવારી ઓછી
  • કાળઝાળ ગરમી સહિતના અનેક પરિબળોના કારણે ગુજરાતમાં પણ મતદાનની ટકાવારી ઓછી રહે તેની ભારોભાર ભીતી

લોકસભાની 543 બેઠકો માટે અલગ-અલગ સાત તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ અને બીજી તબક્કાના વોટીંગમાં મતદાનની ટકાવારીએ ચૂંટણી પંચ સાથે રાજકીય પતોની ચિંતાામાં પણ વધારો કરી દીધો છે.ત્રીજી તબક્કામાં ગુજરાતની બેઠકો માટે મતદાન થવાનું છે. કાળઝાળ ગરમી સહિતના અનેક પરિબળોના કારણે મતદાનની ટકાવારી વધારવી ચિંતાનો મોટો વિલપ બની રહેશે.

Advertisement

લોકશાહી રાષ્ટ્રમાં પ્રજા પાસે સૌથી મજબૂત હથિયાર પોતાનો મત હોય છે. ચૂંટણીપંચ દ્વારા દર વખતે ચૂંટણીમાાં મતદાનની ટકાવારી વધારવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવે છે. ચૂંટણીની તારીખ જાહેર થવાના બીજા જ દિવસથી ચૂંટણીપંચ દ્વારા મતદાનની ટકાવારી વધારવા અને લોકોને મતાધિકાર માટે પ્રોત્સાહિત કરવા માટે વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે છતા તેમા ધારી સફળતા મળતી નથી પ્રથમ તબક્કામાં સરેરાશ 62 ટકા જેટલુ મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં મણ 65 ટકા મતદાન થયું છે. ત્રીજા તબક્કામાં આગામી 7મી મે ના રોજ મતદાન યોજાવાનું છે. જેમાં ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 25 બેટકો માટે મતદાન થવાનું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન વધારવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વેપારી સંગઠનો અને રહેણાંકે સોસાયટી સાથે 100 ટકા મતદાન કરવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે. મતદાનના દિવસે ગુજરાતમાં મહતમ તાપમાનનો પારો ઉંચો રહે તેવુ

સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગરમીમાં લોકો મતદાન કરવા માટે ઘરની બહાર ન નિકળે તેવી ભારોભાર સંભાવના રહેલી છે. આ ઉપરોત રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણીથી ક્ષત્રિય સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમુક બેઠકો પર ઉમેદવારો સામે પણ પક્ષના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.આવા અનેક પરિબળોના કારણે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઉંચી રહે તેવી શકયતા ખૂબજ નહીંવત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.