Abtak Media Google News
  • કલ્પસર પ્રોજેક્ટમાં સિંચાઈ, પીવાના પાણી અને ઔદ્યોગિક હેતુઓ માટે ખંભાતના અખાતમાં 30 કિલોમીટર લાંબા ડેમના વિકાસની કલ્પના કરી’તી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને પવન ઉર્જા વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન અને સૌરાષ્ટ્ર માટે પાણી પ્રશ્નને ભૂતકાળ બનાવવા કલ્પસર યોજનાના પ્રણેતા અને જન્મદાતા અનિલ કાણેનું શુક્રવારે સવારે વડોદરામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું.  તેઓ 82 વર્ષના હતા.  કેન ઇન્ડિયન વિન્ડ એનર્જી એસોસિએશનના સ્થાપક અને ખંભાતના અખાતમાં કલ્પસર પ્રોજેક્ટના સમર્થક હતા.  બે મહિના પહેલા તેને સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ તે પથારીવશ થઈ ગયા હતો.

Advertisement

ગુજરાત સરકારના અનેક પર્યાવરણીય પ્રોજેક્ટ્સના સભ્ય અને સલાહકાર હતા, તેઓ વર્લ્ડ વિન્ડ એનર્જી એસોસિએશનના માનદ પ્રમુખ અને ભારતીય પવન ઊર્જા સંઘના માનદ અધ્યક્ષ પણ હતા.  વર્ષ 1998 અને 2001 વચ્ચે એમ.એસ.યુના વાઇસ ચાન્સેલર હતા.  કલ્પસર પ્રોજેક્ટમાં, તેમણે સિંચાઈ, પીવાના પાણી અને ઔદ્યોગિક હેતુઓ માટે સમુદ્રમાં વિશ્વના સૌથી મોટા તાજા પાણીના દરિયાકાંઠાના જળાશયની સ્થાપના કરવા આણંદ જિલ્લામાં ખંભાતના અખાતમાં 30 કિલોમીટર લાંબા ડેમના વિકાસની કલ્પના કરી હતી.

અનિલ કાણે કોર ગ્રુપના સભ્ય હતા અને કલ્પસર પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિઓનો પણ ભાગ હતા.  તેઓ ગુજરાત કોસ્ટલ ઝોન ડેવલપમેન્ટ બોર્ડના સભ્ય અને કોસ્ટલ ઝોન ટુરિઝમ ડેવલપમેન્ટ, કોર્પોરેટ રિસર્ચ એડવાઇઝરી કમિટી, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરમેન પણ હતા. જ્યારે તેમનું રાજકોટ ખાતે આવવાનું થયું ત્યારે તેઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે જો કલ્પસર યોજના પૂર્ણ નહીં થાય તો તે ભૂત બનીને ભટકશે. જેનો તાત્પર્ય એ હતો કે કલ્પસર યોજના સૌરાષ્ટ્ર માટે અત્યંત લાભદાય હતી અને બોમ્બેનું અંતર પણ ખૂબ ઓછું થઈ જતું હતું

સરકાર દ્વારા રચવામાં આવેલી કલ્પસર માટેની કમિટી દ્વારા શું કાર્ય કરવામાં આવ્યું તેનો કોઈ અંદાજો નથી પરંતુ કોઈ પણ કારણોસર કલ્પસર યોજના અમલી ન થતા સૌરાષ્ટ્રને ઘણી નુકશાનીનો સામનો કરવો પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં કલ્પસર થતા થતા રહી ગયું.

અનિલ કાણેની કલ્પસર યોજના સાર્થક થઈ હોત તો આવતા 40 થી 50 વર્ષ માટે પાણી પ્રશ્ન ભૂતકાળ બની જાત : સમીર શાહ

શોમાં તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સમીરભાઈ શાહે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કલ્પસર યોજના ના જન્મદાતા અનિલ કાણેની વિદાયની ખોટ કોઈ પૂરી શકે તેમ નથી. તેઓ જણાવ્યું હતું કે કલ્પસર યોજના નું જે વિઝન તેઓએ જોયું હતું તે પ્રકારનો વિચાર માત્ર વૈજ્ઞાનિકો જ કરી શકે પરંતુ અનિલ કાણે એમએસ યુનિવર્સિટીના કુલપતિ હોવા છતાં તેમનું આ વિઝન સૂચવે છે કે તેઓ આજ કાલનું નહિ દસકા કે બે દસકા પછીનું વિચારે છે. તેઓ જણાવ્યું હતું કે જો કલ્પસર યોજના ની અમલવારી થઈ ગઈ હોત તો આવતા 40 કે 50 વર્ષ માટે પાણી પ્રશ્ન ભૂતકાળ બની જાત. પરંતુ ક્યાં કારણોસર સરકારે આ યોજનાની અમલવારી શરૂ ન કરી તેનો કોઈ અંદાજ નથી પરંતુ હવે આ પ્રકારના વિઝનરી વ્યક્તિ ક્યારે આવશે તેનો કોઈ અંદાઝ નથી. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે રાજકોટ ચેમ્બર દ્વારા આયોજિત થયેલા વાઇબ્રન્ટ શો માં પણ બે વખત તેઓ રાજકોટ આવ્યા છે અને દરેક ગંભીર મુદ્દે તેમના દ્વારા ખૂબ સારું માર્ગદર્શન પણ મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.