Abtak Media Google News
  • મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન આવતા મહિનાથી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવા વિવિધ શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરશે

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સીબીએસઇને શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે ‌વખત લેવા માટે જરૂરી તૈયારી કરવા જણાવ્યું છે. સેમિસ્ટર સિસ્ટમ લાગુ કરવાની યોજના નકારી કાઢવામાં આવી છે. મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન આવતા મહિનાથી બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવા વિવિધ શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરશે. સીબીએસઇ અત્યારે અન્ડરગ્રેજ્યુટએટના એડમિશન શિડ્યુલમાં ફેર‌ફાર વગર વર્ષમાં બીજી વખત બોર્ડની પરીક્ષા લેવાનું માળખું તૈયાર કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે.

Advertisement

સૂત્રએ જણાવ્યું હતું કે, “મંત્રાલયે બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવા કેવી તૈયારીની જરૂર પડશે તેનો પ્રશ્ન કર્યો હતો. બોર્ડ તેની પ્રક્રિયા નિર્ધારિત કરવા આવતા મહિનાથી જુદીજુદી શાળાના પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરશે. મળતી માહિતી મુજબ સેમિસ્ટર સિસ્ટમ લાગુ કરવાની સરકારની કોઈ યોજના નથી. મંત્રાલય શરૂઆતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લેવા ઇચ્છુક હતું. જોકે, યોજનાને એક વર્ષ લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે નીમેલી નેશનલ સ્ટિયરિંગ કંપની દ્વારા તૈયાર કરાયેલા નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (એનસીએફ)માં ધોરણ ૧૧ અને ૧૨ માટે સેમિસ્ટર સિસ્ટમ લાગુ કરવાનો પ્રસ્તાવ હતો. મંત્રાલયે ગયા વર્ષે ઓગસ્ટમાં જાહેર કરેલા એનસીએફમાં વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપવાના વિકલ્પનો પણ પ્રસ્તાવ હતો.

સૂત્રના જણાવ્યા અનુસાર સીબીએસઇ અત્યારે શિડ્યુલ અંગે વિચારણા કરી રહી છે. જેથી વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળી શકે અને બોર્ડની પરીક્ષાને તણાવમુક્ત બનાવવાનો હેતુ હાંસલ કરી શકાય. ગયા વર્ષે ઓગસ્ટમાં જારી કરવામાં આવેલા માળખામાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર બોર્ડની પરિક્ષાઓ લખવાનો વિકલ્પ આપવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.