Abtak Media Google News

ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઇગ્લેન્ડ સામે ભારતનો આઠ વિકેટે પરાજય

ઇંગ્લેન્ડે ભારતને ત્રીજી અને અંતિમ વન-ડેમાં આઠ વિકેટે પરાજય આપી ત્રણ મેચની સીરીજ જીતી હતી. ઇંગ્લેન્ડે ભારત સામે ર૦૧૧ બાદ પ્રથમ વાર સીરીઝ જીતી હતી. આ ઉપરાંત ભારતીય ટીમે સતત નવ દ્વિપક્ષીય સીરીઝ બાદ પ્રથમ સીરીઝ ગુમાવી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતાં આઠ વિકેટ ગુમાવી હતી. અને ર૫૬ રન બનાવ્યા હતા.

Advertisement

૨૫૭ રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડે ૭૪ રનના સ્કોર ઓપનરની વિકેટે ગુમાવ્યા જો રૂટ ૧૦૦ રને અને ઇયોન મોર્ગને અપણન ૧૮૬ રનની ભાગીદારી નોંધાવતા ૪૪.૩ ઓવરમાં ટીમને વિજય અપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે પ્રથમ વન-ડે આઠ વિકેટે જીતી હતી પરંતુ બીજી વન-ડેમાં ૮૬ રને પરાજયનો સામનો કરવો પડયો હતો. આ પુર્વ ટોચ હારીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને ઇંગ્લેન્ડના બોલરોએ હાથ ખોલવાની તક આપી ન હતી.

પીચ પર રહેલા હાર્દિક પંડયા અને ધોની પાસે મોટી ઇનિઝની આશા હતી પણ હાર્દિક ર૧ રન બનાવી આઉટ થયો અને ધોની રર૧ રનના કુલ સ્કોરે ડેવીડ વિલીનો શિકાર બન્યો હતો. આ મેચમાં ધોનીની બેટીંગ ખુબ જ ધીમી જોવા મળી હતી અને અંતે ટીમનો સ્કોર ૨૫૬ રન જ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.