Abtak Media Google News

સચીનના મિત્ર વિનોદ કાંબલીએ ટવીટ કરી ખુશી વ્યકત કરી

‘મોરના ઈંડાને ચિતરવા ન પડે’ સુત્રને સાકાર કરતી વાત સામે આવી છે. ક્રિકેટના લિજેન્ડ કે જેની પ્રસિઘ્ધ લોકો સદીઓ સુધી યાદ રાખશે તેવા ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું છે. ૧૮ વર્ષીય અર્જુન આંતરાષ્ટ્રીય મેદાન પર અંડર-૧૯માં પોતાની આવડતનો જલવો દેખાડયો હતો. પ્રથમ વખત ડેબ્યુટ કરનારા અર્જુન ટીમ ઈન્ડિયામાં હતા તો તેની સામે યુથ ટેસ્ટ ઓપનીંગમાં શ્રીલંકા રહ્યું હતું.

સચિન તેંડુલકરે ૧૯૮૯માં ૧૬ વર્ષની ઉમ્રમાં કર્યું હતું. ક્રિકેટ કલબ ઈન્ડિયા દરમ્યાન ઓલ રાઉન્ડર અર્જુન ચર્ચામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધુમ મચાવતા પૂર્વ ખેલાડીના પુત્રને જોઈને સચિનના બાળપણના મિત્ર વિનોદ કાંબલીએ ટવીટર પર ભાવવિભોર થઈ પોસ્ટ મુકી હતી.

વિનોદ લખે છે કે અર્જુનને રમતા જોઈ આંખમાંથી ખુશીના આંસુ સરી પડયા હું ખુબ જ ખુશ છું હું ઈચ્છું કે અર્જુન જીવનમાં ખુબ જ પ્રગતી કરે તેની પહેલી વિકેટ મુબારક ભારતમાં બે યુથ ટેસ્ટ મેચ અને પાંચ ઓડીઆઈ યોજનાર છે. જેમાં સેકન્ડ યુથ ટેસ્ટ ૨૪મી જુલાઈએ હમાબન્ટોટામાં શરૂ થશે. જયારે ઓડીઆઈ ૩૦મી જુલાઈથી કોલંબોમાં યોજાશે જે ૧૦મી ઓગસ્ટ સુધી ચાલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.