Abtak Media Google News

લડાયક બેટીંગ બાદ બોલરોના અસરકારક દેખાવને સહારે ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામેની બીજી અને આખરી ટેસ્ટમાં એક ઈનિંગ અને ૫૫ રનથી વિજય મેળવીને બે ટેસ્ટની શ્રેણીને ૧-૧થી ડ્રોમાં ખેંચી હતી. પાકિસ્તાને પ્રથમ લોર્ડ્ઝ ટેસ્ટમાં અણધારી જીત મેળવતા ઈંગ્લેન્ડ પર દબાણ સર્જાયું હતુ. જોકે લીડ્ઝમાં રૃટની આગેવાની હેઠળની ટીમે જોરદાર દેખાવ કરતાં ત્રીજા જ દિવસે ઈનિંગથી વિજય મેળવ્યો હતો

પાકિસ્તાનની પ્રથમ ઈનિંગ માત્ર ૧૭૪માં સમેટી લીધા બાદ ઈંગ્લેન્ડે બટલરની ૧૭૪ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી નોંધાવેલી અણનમ ૮૦ રનની ઈનિંગને સહારે ૩૬૩નો સ્કોર કર્યો હતો. જેમાં યુવા ખેલાડી બેસના ૪૯, કૂકના ૪૬ અને રૃટના ૪૫ રન મુખ્ય હતા. પાકિસ્તાન તરફથી ફહીમે ત્રણ વિકેટ ઝડપી હતી.

૧૮૯ના દેવા સાથે રમવા ઉતરેલું પાકિસ્તાન આજે ત્રીજા દિવસે ૧૩૪માં ખખડી ગયું હતુ. પાકિસ્તાન એક પણ બેટધર ક્રિઝ પર લાંબી ઇંનિંગ રમી શક્યો ન હતો અને પુરી ટીમ માત્ર ૧૩૪ રણમાં આઉટ થઇ જતા ઇંગ્લેન્ડનો એક દાવ અને ૫૫ રનથી  વિજય થયો હતો બ્રોડ અને બેસે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. બટલરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.