Abtak Media Google News

દેશ-વિદેશનાં હજારો ભાવિકોએ રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવનાં ચરણમાં ભકિત સમર્પણતા અર્પણ કરીને ગુરુ ઋણ સ્વીકૃતિના અનેરા દ્રશ્યો સજર્યા

આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિના ઉચ્ચતમ શિખર પર બિરાજમાન થઈને હજારો હૃદયનાં આત્મિય અનુશાસક સ્વરૂપે સંસાર સાગર તરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં સાનિઘ્યે આયોજીત કરવામાં આવેલા ગુરુપૂર્ણિમા મહોત્સવનાં અવસરે ગુરુ શિષ્યનાં આત્મિય જોડાણ અને ભકિતભાવના અદભુત દ્રશ્ય શ્રદ્ધા અને સમર્પણતાની એક નવી કેડી કંડારી ગયા હતા. રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવના પાવન ચરણ કમળ ડુંગર દરબારનાં પ્રાંગણે પધારતા જ શ્રી સમસ્ત લુક એન લર્નનાં બાળકો તેમજ દીદીઓએ લહેરાતા ઘ્વજ સાથે પૂજય ગુરુદેવને વધાવ્યા હતા. એ સાથે જ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ અહોભાવથી પૂજય ગુરુદેવનાં પ્રવેશ વધામણા કર્યા બાદ એક સાથે ૩૭ સંત-સતીજીઓએ પ્રભુ કથિત આગમ ગાથાનું પઠન કરીને ઉપકારી ગુરુ ભગવંતના સત્કાર-સન્માન કરતાં દિવ્ય મંગલતાનું દ્રશ્ય સર્જાઈ ગયું હતું.

Enhancement-Of-Sanyigha-Gurupurnimana-Festival-Of-The-Nation
enhancement-of-sanyigha-gurupurnimana-festival-of-the-nation

આ અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ એ આદ્ય ગુરુવર્યો પ્રત્યે ભાવભીની ઉપકારની અભિવ્યકિત કર્યા બાદ પારસધામ સંઘ પ્રમુખ પ્રદીપભાઈ બેલાવાલાએ સહુનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રસંત પૂજય ગુરુ ભગવંત પ્રત્યે અહોભાવ વ્યકત કરવા સુંદર ગીતના તાલ પર લુક એન્ડ લર્નમાં ભણતા અને ગરીબ બસ્તીમાં વસતાં અજૈન બેંગોલી બાળકોએ કરેલી નૃત્ય પ્રસ્તુતિ સહુને હર્ષિત કરી ગઈ હતી. વિશેષમાં ગોંડલ સંપ્રદાયનાં આદ્ય આચાર્ય ભગવંત ડુંગરસિંહજી સ્વામીની ઉપકાર અભિવ્યકિત કરતી તેમજ જિનશાસનનાં સારથી એવા આચાર્ય ભગવંતનો સુંદર પરિચય કરાવતી નાટિકા આચાર્ય કોણની હૃદયસ્પર્શી પ્રસ્તુતિ પારસધામ ઘાટકોપરનાં ભાવિકો દ્વારા કરવામાં આવતા ઉપસ્થિત સર્વનાં હૃદયમાં આચાર્ય ભગવંત પ્રત્યે અહોભાવ પ્રગટ થઈ ગયો હતો.

Enhancement-Of-Sanyigha-Gurupurnimana-Festival-Of-The-Nation
enhancement-of-sanyigha-gurupurnimana-festival-of-the-nation

આ અવસરે રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવે એક ગુરુ અને એક આચાર્યની વાસ્તવિક ઓળખ આપતાં સમજાવ્યું હતું કે, શિષ્યોનાં આત્મા પર જે આત્મિય અનુશાસન કરી શકે એ આચાર્ય હોય છે અને આત્મિય અનુશાસક એ જ બની શકતા હોય છે જેમણે માત્ર સંયમની સાધના નહીં પરંતુ લાંબા સમય સુધી સુરીપદ અને સૂરિમંત્રની કઠિનતમ આરાધના કરી હોય ! જિન શાસન એ માત્ર સંયમ ધર્મનાં સ્વીકારથી નથી આગળ વધી રહ્યો પરંતુ આપણા આત્મા પર અનુશાસન કરનારા એવા આત્મિય અનુશાસક પ્રત્યેના ઉપકારભાવથી આગળ વધી રહ્યું છે.

Enhancement-Of-Sanyigha-Gurupurnimana-Festival-Of-The-Nation
enhancement-of-sanyigha-gurupurnimana-festival-of-the-nation

ગુરુ ભગવંતને ગુણાનિધાન અને કૃપાનિધાન તરીકે ઓળખાવતી ગુણનિધાન કૃપાનિધાન નાટિકા પારસધામ-કોલકતાના ભાવિકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી એ સાથે જ ગુરુના પ્રેરણાત્મક ચિત્રોનું દર્શન કરાવતી ગુરુ ગેલેરીને આ અવસરે પ્રદર્શિત કરવામાં આવી હતી. સાધક શ્રી પરમ શ્રેયમદીદી તેમજ શ્રી પરમ અલ્પાદીદીએ રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવનાં આગમી વર્ષે આવી રહેલા સુવર્ણ મહોત્સવ અવસરે સર્જાઈ રહેલા ગુરુદેવશ્રી મહાગ્રંથની સુંદર પ્રસ્તાવના રજુ કરી હતી. અમદાવાદનાં ગુરુભકતો દ્વારા સુંદર ગીત પ્રસ્તુતિ સાથે ગુરુ ચરણમાં શરણ પામવાની સુંદર યાચના કરી હતી. ગુરુ તત્વની અનુભૂતિનો પરિચય આપતી પ્રેરણાત્મક નાટિકા રાજકોટના ગુરુભકતો તરફથી દર્શાવવામાં આવી હતી અને સમર્પણતાની સાર્થકતાનો મેસેજ આપતી નાટિકા લુક એન લર્નનાં બાળકો દ્વારા ભજવવામાં આવી હતી.

Enhancement-Of-Sanyigha-Gurupurnimana-Festival-Of-The-Nation
enhancement-of-sanyigha-gurupurnimana-festival-of-the-nation

ગુરુ ભગવંતની ભકિતથી ધન્ય બનવાનો ઉતમ લાભ દર્શકભાઈ રૂપાણી, રાજેશભાઈ કોઠારી, મુલરાજભાઈ છેડા, પરાગભાઈ શાહ, હર્ષદભાઈ અજમેરા, જીગરભાઈ શેઠ, મૃગેશભાઈ બેલાવાલા પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. લુક એન લર્નનાં નાના બાળકો દ્વારા જીવનમાં ગુરુ શા માટે પ્રસ્તુત નાટિકા જોઈને સભાજનો અભિભૂત થઈ ગયાં હતા અને લુક એન લર્નનાં બાળકોની ભકિત નૃત્ય પ્રસ્તુતિ ચાતુર્માસ શુભેચ્છા દાતાઓનું સન્માન અને સદગુરુદેવનાં શ્રીમુખેથી માંગલિક શ્રવણ બાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.