Abtak Media Google News

આત્મજ્ઞાની પૂ. દીપકભાઈનો પ્રશ્નોતરી સત્સંગ જ્ઞાનવિધિ કાર્યક્રમમાં જ્ઞાનથી મોક્ષના માર્ગની સમજૂતી અપાઇ

સંસારના લોકોને કામ ધંધા કરતા કરતા ગૃહસ્થ જીવન માં રહીને ઉદય માં આવતા કર્મો ને પણ સમભાવે નિકાલ કેમ કરવો? સાંસારિક અને કૌટુંબિક પ્રશ્ર્નો ના ઉકેલ કેમ લાવી શકીએ, ટેન્શન, દુ:ખ ના થાય તે રીતે ગૂંચવાળાનો ઉકેલ લાવી શકાય તેવું જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને સહજતા ઉત્પન્ન થાય છે. નિરાકૂળતા વધતી જાય છે, કર્મ બંધાય નહિ અને આત્મવત થતા થતા મોક્ષ માર્ગે આગળ વધતા જાય છે.ધર્મમાં મતમતાંતર ધીમે ધીમે સાચી જ્ઞાન ની સમજણ વધશે અને ધીરે ધીરે ઓછા થતા જશે, આપનો તીર્થકંરો અને સંતોનો દેશ છે.

ફરીથી અધ્યાત્મ તરફ પરિવર્તન આવતું જવાનું છે. જેમ જેમ અજ્ઞાનતા ઘટતી જશે તેમ તેમ ધર્મમાં સહકારિતા વધતી જશે.પૂર્વ કર્મ ના હિસાબે પુણ્ય અને પાપ કર્મ આધારે આ જન્મમાં તે કર્મના ઉદય પ્રમાણે લક્ષ્મી આવે છે, લોસ આવે છે, આ જન્મનો પુરુષાર્થ પણ ગત ભવન કર્મના આધારે થાય છે અને પરિણામ પણ આગલા જન્મ ના ફળ સ્વરૂપે સારું કે નરસું પરિણામ આવે છે. જેને દાદા એ વ્યવસ્થિત કહ્યું છે. મન વચન ક્યાં થી કઈ ગુરુ કરતો નથી, કોઈને પણ છેતરતો નથી ત્યાં લક્ષ્મી ઉભરાય છે. તે પુણ્ય કર્મો નો ઉદય છે.

દાદા કારુણ્ય મૂર્તિ કહેવાય છે, કારણ કે પોતાનો મોક્ષ જગત કલ્યાણ કરવા અર્થે રોક્યો અને આત્મ જ્ઞાન કરાવવા ની સિદ્ધિ મેળવીને લોકોને જ્ઞાન વિધિ થી આત્મજ્ઞાન કરાવી દીધું.

માતા પિતાની પ્રકૃતિ ને જોવની નાથી, માતા પિતા જીવતા ભગવાન છે. તેમની દિલ થી સેવા કરવાની શીખ આપી સાથે સાથે સાસુ સસરાને પણ માતા પિતા તુલ્ય સમજી તેમની પણ બધી બહેનોને પણ સેવા કરવાની શીખ આપી હતી. જેથી તેમના ઉપકારો નો આદર થયો ગણાશે, તેમના આશીર્વાદ મળશે, મંદિરો ની મૂર્તિ માં શ્રદ્ધા રાખો છો તે બરાબર છે, પરંતુ માતા પિતા તો હાજર જીવતા ભગવાન છે.

જ્ઞાનવાદ થી મોક્ષ થશે, બુદ્ધિવાદ તો સરખામણીઓ, હરીફાઈઓ અને રાગ દ્વેષ માં ખેંચી જશે. પરંતુ જ્ઞાનવાદ (શુદ્ધજ્ઞાન) થી સ્વા ની ઓળખાણ થશે. આત્મા તત્વ ની ઓળખાણ થવાથી સ્વરૂપ નું દર્શન થાય છે.સત્ય, અસત્ય એ સંજોગો અને કાળ પ્રમાણે ફેરફાર ને પાત્ર છે જયારે સત્ય, અસત્ય થી પર હોય છે તે સાત છે જે ક્યારેય ફેરફાર પામતું નથી. અફર છે. પ્રશ્ર્નોેત્તરી સત્સંગ તારીખ 20 ફેબ્રુઆરી સાંજે 7 થી 10 કલાકે, સ્થળ: ઓપન ગ્રાઉન્ડ, બાલાજી હોલની પાછળ, ધોળકિયા સ્કૂલની સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટના આંગણે યોજવામા આવલે છે.

વ્યવહારિક અને આધ્યાત્મિક પ્રશ્નો આજે પૂછવામાં આવ્યા છે : કેતનભાઈ બ્રહ્મભટ્ટ

અબતક મીડિયા સાથેની વાતચીતમાં કેતનભાઇ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, આજના પ્રથમ દિવસે મુમુક્ષો માટે સત્સંગ કાર્યક્રમ છે જેમાં વ્યવહારિક અને આધ્યાત્મિક તમામ પ્રશ્નોના સમાધાન માટે લોકો અહીં પ્રશ્ન પૂછે છે અને પૂજ્ય દિપકભાઈ એના જવાબ આપે છે.રાજકોટ તેમજ આસપાસના વિસ્તારમાંથી આશરે છ હજારથી પણ વધુ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે.

સત્સંગ બાદ આવતીકાલે જ્ઞાનવિધિ નો કાર્યક્રમ થશે જેમા દેહથી ભિન્ન એવો આત્મા જે દાદા ભગવાનનો આ એક અનુભવ હતો જે જ્ઞાનમાં આત્માના જ ગુણો બોલવામાં આવે છે તે 48 મિનિટ સુધી બોલાવ્યા પછી આપણે બાકીનું જીવન કઈ પ્રકારે જીવવું તેને ચાવીઓ તેમજ પાંચ આજ્ઞા સમજાવે છે અને ઘણા લોકો આ જ્ઞાન પામેલા છે તેમજ ઘણા લોકોનો અનુભવ છે કે આ જ્ઞાન મળ્યા પછી તેમના જીવનમાં ઘણી જ સમસ્યાઓનો સામનો કરી રહેવા માટે સક્ષમ બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.