Abtak Media Google News

શેઢા પાડોશી ચાર શખ્સો સામે નોંધાતો ગુનો

હળવદના ચરાડવા ગામે આધેડ મહિલાના ખેતરમાં બાજુના ખેતરનું  ફુવારાનુ પાણી ઉડતુ હોય જે પાણી બંધ કરવાનુ કહેતા ઉશ્કેરાયેલ ઈસમોએ મહિલાને ઢોર માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપતા  ફરિયાદ નોંધાઈ છે.મળતી માહિતી અનુસાર, હળવદના ચરાડવા ખાતે રહેતા કંચનબેન ગણેશભાઈ જાદવ નામની મહિલાની વાડીમા નારાયણભાઇ કરમશીભાઇ દલવાડીના ફુવારાનુ પાણી ઉડતુ હોય જે પાણી બંધ કરવાનુ કહેતા નારાયણભાઇ કરમશીભાઇ દલવાડી, ધર્મેન્દ્રભાઇ કરમશીભાઇ દલવાડી, અમ્રુતભાઇ નારાયણભાઇ દલવાડી તથા દીલીપભાઇ ઇશ્વરભાઇ દલવાડી નામના આરોપીઓને સારૂ ના લાગતા આરોપીઓએ ફરીયાદી તથા તેના પતિને ગાળો આપી ધર્મેન્દ્રભાઇ કરમશીભાઇ દલવાડીએ લાકડાના ધોકાથી ફરીયાદી તથા ગણેશભાઇને લાકડાના ધોકાથી મૂંઢ માર મારી ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે  હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.