Abtak Media Google News

ગુજરાતમાં કેમ આવો કારમો પરાજય મળ્યો ? તેનો ઝોન વાઇઝ સમીક્ષા રિપોર્ટ અપાશે

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનો  અત્યાર સુધીમાં સૌથી કારમો પરાજય થયો છે. રાજયની 182 બેઠકો માંથી કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીત્યું છે નિરાશા જનક પરિણામ બાદ પ્રદેશ કોંગ્રેસ દ્વારા સતત ચાર દિવસ સુધી ઝોન વાઇઝ બેઠક યોજી સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પરાજયના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ દિલ્હી દરબારમાં રજુ કરી દેશે. ગુજરાતના કોંગ્રેસના સંગઠન માળખામાં મોટા ફેરફારો તોળાય રહ્યો છે.

2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ 77 બેઠકો જીત્યું હતું. ગુજરાતના સ્થાપના કાળ અત્યાર સુધીમાં યોજાયેલી વિધાનસભાની તમામ ચુંટણી પૈકી આ વખતની ચુઁટણીમાં કોગ્રેસનો શરમજનક પરાજય થયો છે. માત્ર 17 બેઠકો જીતી શકયું છે. સતત સાતમી વખત રાજયમાં પરાજય થયો છે. ગુજરાતના પરિણામની સતત ચાર દિવસ સુધી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ઝોન વાઇઝ બેઠકો યોજી પરાજીત ઉમેદવારોને સાંભળ્યા હતા અને હાર માટેના મુખ્ય પરિબળા જાણ્યા હતા. પરાજયનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી આજે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા દિલ્હી દરબારમાં રજુ કરી દેવામાં આવશે.

ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા નકકી કરવા તથા સંગઠન માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય હાઇકમાન્ડ પર છોડી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.