Abtak Media Google News

પ્રથમ દિવસે રૂ. 7150 કરોડના 185 જેટલા એમઓયું સાઈન થયા, જેનાથી ભવિષ્યમાં 20 હજાર જેટલી રોજગારી ઉભી થવાની આશા : આજે અંતિમ દિવસે પણ મહત્વના એમઓયું થવાની શકયતા

રાજકોટમાં શાપર ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ સમિટના પ્રથમ દિવસે કુલ મળીને આશરે રૂપિયા 7150 કરોડથી વધુ રકમના આશરે 185થી વધુ એમ.ઓ.યુ. સાઈન થયા હતા. જેના કારણે ભવિષ્યમાં 20 હજારથી વધુ રોજગારીની તકો સર્જાશે.  જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શનમાં 15મી ઓક્ટોબરથી વાઈબ્રન્ટ રાજકોટ બે દિવસીય સમિટનું આયોજન શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના બિઝનેસ સર્વિસ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારી ડો.સંદીપ વર્મા તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ રાજકોટ કાર્યક્રમના પ્રારંભે જ અલગ-અલગ ઉદ્યોગકારો દ્વારા સરકારના જુદાજુદા વિભાગો સાથે કુલ રકમ રૂ.4709.81 કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. જ્યારે ચાલુ કાર્યક્રમ દરમ્યાન વધુ 1700 કરોડના એમઓયુ કરવામાં આવ્યા છે. આમ રાજકોટ જિલ્લામાં કુલ રકમ રૂ.6409.81 કરોડના એમઓયુ થયા છે. આ એમઓયુ દ્વારા રાજકોટ જિલ્લાના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોમાં આશરે 20,000 કરતાં પણ વધારે લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, સાથે રોજગારીની વિપુલ તકોના કારણે લોકોનું જીવનધોરણ પણ વધુ ઊંચું આવશે.તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકારના ઉદ્યોગ વિભાગ સાથે રૂ.1324.53 કરોડના કુલ 81 એમઓયુ, ખાણ ખનીજ વિભાગ સાથે 105.40 કરોડના કુલ 7 એમઓયુ, ખેતી વાડી વિભાગ સાથે રૂ. 51.54 કરોડના કુલ 7 એમઓયુ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ સાથે રૂ 599.47 કરોડના કુલ 24 એમઓયુ, ઊર્જા વિભાગ સાથે રૂ. 892 કરોડના કુલ 11 એમઓયુ, શ્રમ અને રોજગાર વિભાગ સાથે રૂ. 161.50 કરોડના કુલ 5 એમઓયુ. કરવામાં આવ્યા છે. અન્ય વિવિધ વિભાગો સાથે ઔદ્યોગિક ભાગીદારી સ્વરૂપે એમઓયુ કરવામાં આવ્યા છે, જેની કુલ 2કમ રૂ.6409.81 કરોડ જેટલી થાય છે. ઉપરાંત આ કાર્યક્રમ હેઠળ અન્ય સમજૂતી કરારો મળીને કુલ રૂપિયા 6858 કરોડના એમ.ઓ.યુ. રવિવારે બપોર સુધીમાં થયા છે. જ્યારે પ્રથમ દિવસે સાંજ સુધીમાં કુલ મળીને રૂપિયા 7150 કરોડથી વધુ રકમના 185થી વધુ સમજૂતિ કરારો કરવામાં આવ્યા છે.

ખ્યાતનમાં કંપનીઓ દ્વારા કરેલા મોટા એમઓયું

જી.એમ. વાલ્વ કંપની- રૂ. 1500 કરોડ

ફોર સ્ક્વેર ગ્રીન એનર્જી પ્રા. લિ.- રૂ.1680

ગોપાલ નમકીન – રૂ.1000 કરોડ

બાલાજી વેફર્સ – રૂ.700 કરોડ

મારવાડી ગ્રુપની પ્રિક્સોન ગ્રીન એનર્જી દ્વારા 2450 કરોડનું રોકાણ થશે

રાજકોટ વાયબ્રન્ટ સમિટમાં મારવાડી ગ્રૂપની પ્રિક્સોન ગ્રીન એનર્જી પ્રા. લિ. દ્વારા આગામી જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં રૂ.2450 કરોડના એમ.ઓ.યુ.ની જાહેરાત પણ કરાઈ હતી. આ જાહેરાતને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવી હતી.

ઔદ્યોગિક વસાહતો માટે 973 એકર જમીનની ફાળવણી ટૂંક સમયમાં કરાશે : કલેકટર પ્રભવ જોશી

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ રાજકોટના ઔદ્યોગિક વિકાસ અને નવી ક્ષમતાની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં 1,44,000 થી પણ વધારે એમએસએમઇ એકમો આવેલા છે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 200 કરોડના ખર્ચે એમએસએમઇ ટેકનોલોજી સેન્ટર બનાવવામાં આવશે. રાજકોટમાં કુલ 548 એકર જમીનમાં બીજી 4 નવી ઔદ્યોગિક વસાહત મંજુર થતા જમીનના કબ્જા સોંપી દેવાયા છે. જ્યારે અન્ય જી.આઈ.ડી.સી. માટે 973 એકર માટે જમીન ફાળવણીની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.

વાયબ્રન્ટ એ બ્રાન્ડિંગ નહિ બોન્ડિંગ છે : મંત્રી ભાનુબેન બાબરીયા

1697434138629

જ્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશભાનુબહેન બાબરિયાએ કહ્યું હતું કે, આગામી વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવા જઈ રહી છે, ત્યારે તેનું મહત્ત્વ સામાન્ય લોકો સુધી પહોંચે અને તેનો હેતુ સિદ્ધ થાય તે માટે જિલ્લા સ્તરની સમીટ યોજવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ એ બ્રાનિ્ંડગ નહીં પરંતુ બોન્ડિંગ છે. આ બોન્ડિંગ વધુ મજબૂત થાય તે માટે જિલ્લા સ્તરે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના વિકાસમાં રોકાણકારોનો મોટો ફાળો : મંત્રી રાઘવજીભાઈ પટેલ

1697434138686

આ સમિટનું ઉદઘાટન કરતા મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉદ્યોગકારોને સંબોધતા કહ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વાઈબ્રન્ટ સમિટ શરૂ કરાવી ત્યારે દુનિયા ઉપહાસ કરતી હતી. પરંતુ દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન મોદીએ પારખ્યું હતું કે, વિકાસ કરવો હોય તો રાજ્યને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે આગળ લઈ જવું જ પડશે.

આથી તેમણે રાજ્યમાં ઉદ્યોગોને ટાંચણીથી લઈને ટેન્ક બનાવવા સુધીનું આયોજન, વાતાવરણ, મદદ, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તેવું સ્વપ્ન સેવ્યું હતું. આજે વાઈબ્રન્ટ સમિટ વિશાળ વટવૃક્ષ બની ગયું છે.રાજકોટના વિકાસમાં રોકાણકારોનો મોટો ફાળો હોવાનું જણાવી રાજકોટને પણ ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં નંબર વન બનાવવા તેમણે ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.