Abtak Media Google News

ક્રાઈમ બ્રાન્ચે નંદુરબારના ઉદયપુર ખાતે ગોડાઉન અને ફેક્ટરીમાં દરોડો પાડી મહિલા સહિત 10ને પકડી પાડયા

મશીનરી અને બોટલ સહિતનો પેકિંગનો સામાન મળી કુલ રૂ.18.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

રાજકોટમાં તાજેતરમાં રૂપિયા 73 લાખની આયુર્વેદિક સીરપ પકડાયા બાદ પોલીસે તપાસનો ધમાલ કર્યો હતો ત્યારે એમાં આરોપીઓ સામે ગુનો નોંધ્યા બાદ તેની પૂછપરછ કરતા તેમને કબૂલાત આપી હતી કે, આના સંયુક્ત સીરપ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દરોડો પાડી નશા યુક્ત સીરપ બનાવતી ફેક્ટરી અને તેનું ગોડાઉન પકડી પાડ્યું છે ત્યારે પોલીસ દ્વારા એક મહિલા સહિત 10 શખ્સોની ધરપકડ કરી છે. અને ફેક્ટરીમાંથી મશીનરી અને બોટલ સહિતનો પેકિંગ નો સામાન મળી કુલ રૂપિયા 18.40 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વિગતો મુજબ રાજકોટ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર બી.ટી.ગોહિલ સહિતની ટીમે ગત તા.3 જુલાઇના ગોંડલ રોડ પરથી પાંચ ટ્રક અટકાવી હતી. પાંચેય ટ્રકમાંથી 73 લાખથી વધુ કિંમતનો સીરપનો જથ્થો મળી આવ્યો હતો. કબજે થયેલા સીરપના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા અને સીરપમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાનું ફલિત થયું હતું. કબજે થયેલો સીરપનો જથ્થો રાજકોટ શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ રૂપેશ ડોડિયા અને તેના ભાઇ ધર્મેશ ડોડિયા સહિતનાઓએ મગાવ્યાનું ખૂલતા તેની સામે ગુનો નિધિ તેમની અટકાયત કરવામાં આવી હતી.

ત્યારે સીરપના નામે નશાયુક્ત સીરપના કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા ક્રાઇમ બ્રાંચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને કબજે થયેલું સીરપ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકૂવા તાલુકાના ખાપેર શહેરમાં આવેલી ફેક્ટરીમાં બન્યાની માહિતી મળતાં રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ દિવસથી મહારાષ્ટ્રમાં ડેરા તંબુ તાણ્યા હતા અને સ્થાનિક પોલીસની મદદથી ખાપેરની ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો.અને ત્યાંથી શ્રી આયુર્વેદિક હેલ્થ કેર ફેકટરીના માલીક નીતીનભાઇ અજીતભાઇ કોટવાણ રહે.શીવશકતી ફલેટ, ગોરવા, વડોદરા,મેનેજર તુપ્તીબેન ડો/ઓ ભીખાભાઇ પંચાલ રહે. ગોરવા, વડોદરા,શ્રી આયુર્વેદિક હેલ્થ કેર ફેકટરીની (ઉદેપુર ગામ) જગ્યાનો માલીક તથા કંપનીના સંચાલનમાં મદદ કરનાર અનીલ સઓ સુરેશ પાટીલ (ચૌધરી) રહે.ખાપર તા.અકકલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર),સમગ્ર ગુજરાતમાં નશાયુકત પીણાનો મુખ્ય સપ્લાયર તથા મિતલ કોસ્મેટીક ભાવનગરનો માલીક ,લગ્ધીરસિંહ કાળુભા જાડેજા,ઉવ.42, રહે.ભાવનગર ,હેલ્થ કેર આર્યુવેદા કંપની મુંબઇ નો માલીક તથા માલ વેચનાર પ્રવીણસિંહ જાડેજા રહે.મુળ ગામ ખીજદળ ગામ ખીજદળ જી.દેવભુમી દ્વારકા,મુખ્ય ડીલર ધર્મેન્દ્ર નટવરલાલ ડોડીયા રહે.રાજકોટ,રૂપેશ નટવરલાલ ડોડીયા રહે.રાજકોટ,મેહુલભાઇ અરવીંદભાઇ જસાણી રહે.રાજકોટ ,રાજકોટનું ગોડાઉન સંભાળનાર અશોકભાઇ ગગજીભાઇ ચૌહાણ,રહે.રાજકોટ,રાજકોટનું ગોડાઉન ખાતેથી ઓર્ડર મુજબ માલની ડીસ્પેચ કરનાર જયરાજભાઇ અમરશીભાઇ ખેરડીયા, ઉવ.42ની ધરપકડ કરી હતી. અને બોટલો ખાખી પૂઠા અને મશીનરી સહિતનો કુલ 18.40 લાખનો મુદ્દા માલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નશાકારક સીરપ જ્યાં બનતું હતું તે ફેક્ટરી 800 વારમાં બનેલી છે. ખાપેરની આ જગ્યા વડાદરોના નીતિન કોટવાણીએ ભાડે રાખી હતી અને આ જગ્યા પર ફેક્ટરી બનાવી સીરપનું ઉત્પાદન કરતો હતો. નીતિન કોટવાણી અગાઉ વડોદરામાં જ સીરપ બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો, પરંતુ 2021માં લાઇસન્સ રદ થતાં તેણે નંદુરબારના ખાપેરમાં શેડ ભાડે રાખી ત્યાં ફેક્ટરી ચાલુ કરી હતી અને મહારાષ્ટ્ર તેમજ સમગ્ર ગુજરાતમાં નીતિન કોટવાણી નશાકારક સીરપ સપ્લાય કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

લોધિકા પોલીસે ખાંભામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની ફેક્ટરી પકડી પાડી

પોલીસે 6100 બોટલો અને મશીનરી સહિતનો સામાન મળી કુલ રૂ.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

સૌરાષ્ટ્રની અંદર ઠેર ઠેર રસાયુક્ત આયુર્વેદિક સીરપ નો જથ્થો પકડવાનો યથાવત રહ્યું છે.ત્યારે ગઈકાલ ે લોધીકા પોલીસ દ્વારા ખાંભા ગામની સીમમાં આવેલ શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી આયુર્વેદિક સીરપની ફેક્ટરી પકડી પાડી હતી.અને 6100 બોટલો સહિત કુલ રૂ.10 લાખનો મુદ્દામાલ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. અને ગુનેગારોની શોધખોળ હાથ ધરી છે.

વિગતો મુજબ  રાજકોટ રેન્જના અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના એસ.પી જયપાલસિંહ રાઠૌડ નાઓએ દારૂ તથા જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા પ્રોહિ તથા જુગારની ડ્રાઇવ રાખેલ હોય જેના અનુસંધાને ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા તથા ગોંડલ સર્કલ પો.ઇન્સ એ.સી.ડામોરના માગેદશેન હેઠળ લોધીકા પો.સ્ટેના પો.સબ.ઇન્સ કે.વી.પરમાર તથા પોલીસ સ્ટાફના માણસોએ પો.હેડ.કોન્સ યોગીરાજસિંહ અજયસિઁહ તથા પો.કોન્સ રવુભાઇ ટપુભાઇની સંયુકત ખાનગી રાહે મળેલ હકિકત આધારે ખાંભા ગામની સીમમાં શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા” માં આવેલ રેવન્યુ સર્વે નં 472 તથા 480 ના પ્લોટ નં 58/2 માં મનીષ ગીરીશભાઇ પાંવ, જાતે-લુહાણા, ઉ.વ.25, રહે.રાજકોટ શહેર ના કબ્જા ભોગવટાના ગોડાઉનમાંથી કુલ નશાકારક આયુર્વેદિક સીરપ બોટલ નંગ-6100 તથા આયુર્વેદિક સીરપ બનાવવાના રો મટીરીયલ સાધનો સહિત કુલ કિ. રૂ.9,99,862/- નો મુદામાલ કોઇ આધાર પુરાવા લાયસન્સ વિના રાખી મળી આવતા તપાસ અર્થે કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.