Abtak Media Google News

હું એક નહિ કરૂ તો શું ફેર પડશે બસ આવું વિચારીને દરેક વ્યક્તિ કોઈ પણ કાર્યમાં બાધામાં નાખે છે. આપણે એક વાર્તા સાંભળી જ હશે દૂધનો કૂવો તૈયાર કરવાની. જેમાં તમામ ગ્રામજનો હું એક પાણી નાખી દઈશ તો કોને ખબર પડશે એવું વિચારી પાણી નાખી દયે છે. અંતે કૂવો આખો પાણીનો જ ભરાય છે. આમ દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને કાર્ય માટે આગળ આવવુ જરૂરી છે. વડાપ્રધાન મોદીએ પણ એવું જ કહ્યું છે કે પર્યાવરણને બચાવવા માટે દરેક ઘરથી શરૂઆત કરવી પડશે.

Advertisement

વડાપ્રધાન મોદીએ હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ વિષય પર પોતાનો અભિપ્રાય રાખતા કહ્યું કે ખાલી કોન્ફરન્સ રૂમમાં બેસીને ક્લાઈમેટ ચેન્જ અંગે ચર્ચા કરવાથી કશુ થવાનું નથી. આ માટે દરેક ઘરના ડિનર ટેબલથી શરૂઆત કરવી પડશે.

પીએમ મોદીએ વર્લ્ડ બેંકમાં લાઇફ દ્વારા આયોજિત ’હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ’ વિષય પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચાને સંબોધતા કહ્યું કે જાગૃત લોકોની રોજિંદી ક્રિયાઓ પર્યાવરણ પર સકારાત્મક અસર કરશે. પીએમ મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ સામે લડવાની સૌથી શક્તિશાળી રીતોમાંની એક વર્તન પરિવર્તન છે જે દરેક ઘરથી શરૂ થવી જોઈએ. મોદીએ વધુમાં કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ સામે માત્ર કોન્ફરન્સ રૂમના ટેબલ પરથી જ લડી શકાય નહીં પરંતુ દરેક ઘરમાં ડિનર ટેબલ પર જ લડવું પડશે. જ્યારે કોઈ વિચાર ચર્ચાના ટેબલ પરથી ડિનર ટેબલ પર થાય છે ત્યારે તે એક જન ચળવળ બની જાય છે.

મોદીએ કહ્યું કે વૈશ્વિક નેતાઓના એકસાથે આવવાથી નવા વિચારો, આંતરદૃષ્ટિ અને ઉકેલો સાથે આગળ વધવાના રસ્તા મળ્યા. તેઓ ઉર્જા, પર્યાવરણ અને આબોહવા ભવિષ્યમાં આવનારા મોટા પડકારોનો સામનો કરવામાં મદદરૂપ રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ક્લાઈમેટ ચેન્જમાં મદદ કરનાર ભારતીય લોકોની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું કર્યું છે.

પીએમએ કોન્ફરન્સ દરમિયાન, ઉર્જા અને સંસાધનોના સમજદાર ઉપયોગ અને ભારતની વપરાશ પેટર્નને નિયંત્રિત કરવાથી આવતા ફેરફારોની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રયાસોથી 22 અબજ યુનિટથી વધુ ઊર્જાની બચત થશે. પીએમએ કહ્યું કે વિશ્વ બેંક જૂથ ક્લાયમેટ ફાઇનાન્સને 26 ટકાથી વધારીને 35 ટકા કરવા માંગે છે. વિશ્વ બેંકમાં લાઈફ દ્વારા આયોજિત ’હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ’ વિષય પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેનલ ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ સામેલ થયા હતા.  સીતારમણે પેનલ ચર્ચા દરમિયાન ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને વેગ આપવા પર ભાર મૂક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.