Abtak Media Google News

ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.34, 35 અને 36ને રાજ્ય સરકારની મંજૂરી મળતાની સાથે જ મવડી વિસ્તારમાં વિકાસના નવા દ્વાર ખૂલશે

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના મવડી વિસ્તારને લાગૂ અલગ-અલગ ત્રણ ટીપી સ્કિમ બનાવવામાં આવી છે. ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.34, 35 અને 36 તૈયાર થઇ જવા પામી છે. જે તાજેતરમાં મંજૂરી અર્થે રાજ્ય સરકારમાં રજૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મવડી વિસ્તારમાં ત્રણ ટીપી સ્કિમ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા ગત 19 જુલાઇના રોજ જનરલ બોર્ડમાં ઇરાદો જાહેર કરવામાં આવ્યો હતો. લાંબી જહેમત બાદ ટીપી સ્કિમ શાખા દ્વારા ત્રણેય ટીપી સ્કિમ તૈયાર થતા સરકારમાં રજૂ કરી દેવામાં આવી છે. ટીપી સ્કિમ નં.34માં મવડીના રેવન્યૂ સર્વે નં.194 પૈકી, 276 થી 299 તથા 415નો સમાવેશ થાય છે. ઉત્તરે ગામ મોટામવાનો સિમાડો તથા આખરીનગર યોજના નં.28 (મવડી)ની હદ આવે છે. જ્યારે દક્ષિણે સૂચિત ટીપી સ્કિમ નં.35 (મવડી) તથા રૂડા વિસ્તારના જશવંતપુર ગામનો સિમાડો આવે છે. પૂર્વે ટીપી સ્કિમ નં.28 (મવડી)ની હદ અને પશ્ર્ચિમે રૂડા વિસ્તારના કણકોટ ગામનો સિમાડો આવે છે.

34

ટીપી સ્કિમનું કુલ ક્ષેત્રફળ 1,75,0779 ચો.મીટર એટલે કે 175.08 હેક્ટર  જેટલું છે. સ્કિમમાં કુલ 28 મૂળખંડની સામે ખાનગી તથા સરકારી જમીનોને ફાળવી દેતા કોર્પોરેશનને અનામત જમીન તરીકે 54 પ્લોટ્સ મળીને 168 અંતિમ ખંડ ફાળવેલ છે. ઇએસડબલ્યૂએસએચ હેતુ માટે 10 પ્લોટ, રહેણાંક વેંચાણ માટે 8 પ્લોટ, વાણિજ્ય વેંચાણ માટે 8 પ્લોટ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 12 પ્લોટ મળશે. જેનું ક્ષેત્રફળ 52,272 ચો.મીટર થશે.

કુલ 54 અંતિમ ખંડની 3,65,901 ચો.મીટર જમીન અનામતમાં રાખવામાં આવી છે. આ ટીપી સ્કિમમાં 9 મીટર, 12 મીટર, 15 મીટર, 18 મીટર, 24 મીટર અને 45 મીટર પહોળાઇના રસ્તાઓ માટે 2,91,778 ચો.મીટર જમીન અનામત રાખવામાં આવી છે.

ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.35 (મવડી)માં રેવન્યૂ સર્વે નં.194 પૈકી, 302 થી 334, 335 પૈકી, 337 પૈકી, 338 થી 341, 342 પૈકી તથા 343 પૈકીની જમીનનો સમાવેશ થાય છે. યોજનાની હદ વિસ્તારમાં ઉત્તરે ટીપી સ્કિમ નં.27 અને 28ની હદ તથા સૂચિત ટીપી સ્કિમ નં.34ની હદ આવેલી છે. દક્ષિણે રૂડા વિસ્તારના પાળ ગામનો સિમાડો, પૂર્વમાં ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.36ની હદ જ્યારે પશ્ર્ચિમે ટીપી સ્કિમ નં.34ની હદ તથા જશવંતપુર ગામનો સિમાડો આવેલો છે.

યોજનાનો કુલ ક્ષેત્રફળ 153.68 હેક્ટર જેટલું છે. કુલ 104 મૂળખંડની સામે ખાનગી તથા સરકારી જમીનોને 136 પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે. કોર્પોરેશનને 64 પ્લોટ્સ મળી કુલ 199 અંતિમ ખંડ પ્રાપ્ત થશે. એસઇડબલ્યૂએસએચ હેતુ માટે 10 પ્લોટ, રહેણાંક પ્લોટ માટે 10 પ્લોટ, વાણિજ્ય વેંચાણ માટેના 9 પ્લોટ મળીને કુલ 64 પ્લોટ રહેશે. જેના માટે 3,70,655 ચો.મીટર જમીન અનામત રાખવામાં આવી છે. 9 થી લઇ 45 મીટર સુધીની પહોળાઇના રોડ માટે 2,40,707 ચો.મીટર જમીન અનામત રાખવામાં આવી છે.

ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.36નું કુલ ક્ષેત્રફળ 153.59 હેક્ટર જેટલું રાખવામાં આવ્યું છે. આ યોજનામાં મવડી રેવન્યૂ સર્વે નં.194 પૈકી, 15 પૈકી, 16 પૈકી, 370 પૈકી, 371 થી 387 પૈકી, 388 પૈકી, 389 પૈકી, 390 પૈકી, 397 પૈકી, 398 પૈકી, 399 થી 409 પૈકી, 410 પૈકી તથા 411 પૈકીનો સમાવેશ કરવામાં આવ્યો છે. યોજનાના વિસ્તારમાં ઉત્તરે ટીપી સ્કિમ નં.27 (મવડી)ની હદ તથા મવડી ગામનો સર્વે નંબર, દક્ષિણે ટીપી સ્કિમ નં.25 (વાવડી)ની હદ તથા રૂડા વિસ્તારના પાળ ગામનો સિમાડો, પૂર્વએ ટીપી સ્કિમ નં.15 (વાવડી)ની હદ તથા મવડી ગામનો સર્વે નં. જ્યારે પશ્ર્ચિમે ટીપી સ્કિમ નં.35ની હદનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીપી સ્કિમમાં કુલ 414 મૂળખંડની સામે ખાનગી તથા સરકારી જમીનોને 185 પ્લોટ ફાળવીને કોર્પોરેશને અનામત જમીન તરીકે 79 પ્લોટ મળીને 264 અંતિમખંડ ફાળવેલા છે. જેમાં ઇએસડબલ્યૂએસ હેતુ માટેના 15 પ્લોટ, રહેણાંક વેંચાણ હેતુ માટેના 9 પ્લોટ, વાણિજ્ય હેતુ માટેના 13 પ્લોટ છે.

સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ 15 પ્લોટ અનામત રાખવામાં આવ્યા છે. જેનું ક્ષેત્રફળ 50092 જેવું થવા પામે છે. કુલ 79 અંતિમખંડની 3,50,649 જમીન અનામત રાખવામાં આવી છે. જ્યારે 9 થી લઇ 45 મીટરના રોડ માટે 2,82,336 ચો.મીટર જમીન રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.