Abtak Media Google News

ત્રણ વિભાગમાં ૧૫૦ બાળકોએ ભાગ લીધો: બાળકોને પ્રોત્સાહન આપવા કંપનીના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ

એસ્સાર ઓઈલ લિ. દ્વારા કર્મચારીઓના બાળકો માટે નંદનિકેતન ટાઉનશીપમાં એસ્સાર પ્રિમિયર લીગ જુનિયર રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ૧૫૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. વિજેતા ટીમને વિવિધ ઈનામો સાથે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

એસ્સાર ઓઈલ લિ.માં ફરજ બજાવતા કર્મચારીઓના બાળકોમાં રમત ગમત ક્ષેત્ર વધુ રૂચિ કેળવાય અને ખેલ કૌશલ્ય વિકસિત થાય એ માટે એસ્સારની નંદનિકેતન ટાઉનશીપમાં આવેલા વિશાળ મેદાનમાં ‘એસ્સાર પ્રિમિયર લીગ જુનિયર’ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ત્રણ વિભાગોમાં નવ ટીમ બનાવાઈ હતી. જેમાં ૧૫૦ બાળકોએ ભાગ લીધો હતો. નાના બાળકો જયારે બેટ-બોલ સાથે મેદાનમાં રમવા માટે ઉતરતા હતા ત્યારે મેદાનની બહાર રહેલા ૫૦૦થી ૭૦૦ લોકોના ઓડિયન્સમાંથી ‘બક-અપ’નો અવાજ ગુંજતો હતો.

Photo 3ફાઈનલ મેચ બાદ ધોરણ ૧ થી ૩ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના પ્રથમ વિભાગમાં ગુજરાત ટાઈગર્સ, ધોરણ-૪ થી ૧૨ના વિદ્યાર્થીનીઓના બીજા વિભાગમાં ઈનિંગ્સ સ્ટાર અને ધોરણ ૪ થી ૧૨ના વિદ્યાર્થીઓના ત્રીજા વિભાગમાં બેડ બ્લુસની ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમ્સની સાથે સાથે કિડઝ ઓફ મેચ, કિડઝ ઓફ સિરિઝ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટસમેનને ઈનામો અને ટ્રોફી વડે ઉચ્ચ અધિકારીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ રાત્રી સુધી ચાલેલી ટુર્નામેન્ટમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીગણની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.