Abtak Media Google News

કાર્યક્રમમાં અનેક મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત

ફરોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા રવિવારના રોજ કાલાવડ રોડ, સીઝનઅ હોટલ ખાતે ઇસ્ટોબેસન સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યશ રાઠોડને રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું હતું. જયારે રવિ ચોટાઇને સેક્રેટરી પદ પર નિયુકત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પૂર્વ પ્રમુખ અશ્ર્વિન લોઢીયા, રોટેરિયન ડીસ્ટ્રીક ગર્વનર પીન્કી પટેલ, રુઝાન ખંબાતા  અને તમામ સભ્યો ઉ૫સ્થિત રહ્યા હતા.

Vlcsnap 2018 07 09 09H50M12S111

અબતક સાથેની વાતચીત દરમિયાન રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના નવનિયુકત પ્રેસિડેન્ડ યશ રાઠોડે જણાવ્યું હતું કે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરનું આજે ૩રમું ઇસ્ટોલેશન સેરેમની છે જેમાં હું (યશ રાઠોડ) એઝ અ પ્રેસિડેન્ટ અને રોટેરિયન રવિ ચોટાઇ એઝ અ સેક્રેટરી નિયુકત કરવામાં આવે છે. રોટરી કલબના ઘણા ખરા એવા પ્રોજેકટ છે. જેમાંથી બી.ટી. સવાણી કીડની હોસ્પિટલમાં અમારા ૧પ ડાયાલીસીસ મશીન ડોનેટ કરેલા છે.

Vlcsnap 2018 07 09 09H50M19S186

કેન્સર હોસ્પિટલમાં બ્રેડેથેરાણપી મશીન ડે જેની કિંમત ૧.૫ કરોડ જેટલી છે એ રીતે વીરાણી બેરા-મુંગા શાળામાં અમારી ઓડિયોમેટ્રી લેબ ચાલે છે વધુમાં અમે બે શાળાઓને પણ દતક લીધી છે જેમાં એક ઘંટેશ્ર્વર પાસે હેપ્પી સ્કુલ છે જેમાં ૩૦૦ જેટલા વિઘાર્થીઓ અને હાલમાં જ ત્યાં તાલીમ કેન્દ્રની પણ શરુઆત કરવામાં આવી છે અને વધુમાં ત્યાંના બહેનોને પણ રોજગારી મળે તે માટે પણ બીડુ ઝડપવામાં આવ્યું છે જયારે આંબડિ ખાતે બીજી શાળાને પણ ઘટક લેવામાં આવી છે.

Vlcsnap 2018 07 09 09H50M34S85

જેમાં ૮૦૦છોકરાઓ અને ૪પ૦ છોકરીઓ વિઘાર્થીઓ છે. જયાં રહેણાંક સુવિધા સાથે સાથે પાણીની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યના પગલામાં  અમારે મેડીકલ અને એજયુકેશન ક્ષેત્રે આ વર્ષે પણ એટલું જ કામ કરવાની ગણતરી છે. એક ડાયોગનિસ્ટ પ્રોજેકટ પર કામ ચાલી રહ્યું છે. જેના વિશે ટૂંકાગાળામાં જ તમને ખ્યાલ આવી જશે આ રીતે રોટરી કલબની કામગીરી છે અને આવા નાના નાના પ્રોજેકટસ પણ કરાતા રહીએ છીએ, જેમાં છાશ વિતરણ કોઇને શિક્ષણ બાબતે સ્કોલરશીપ છે તેવી મદદ કરવામાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર તત્પર રહે છે.

પોતાની ભાવના વ્યકત કરતાં વધુમાં યશ રાઠોડે જણાવ્યું હતું કે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરનું પ્રમુખ બનવું એક ગૌરવની વાત છે. ૧૪૦ મેમ્બરો કલબમાં છે. કે જેઓએ મારા પર વિશ્ર્વાસ મુકી આ પદ સોંપ્યું છે. રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરમાં કામ કરવું એ એક જીવનની અમૂલ્ય તક છે એ તક મેળવી હું ગૌરવ અનુભવું છું સાથે ભવિષ્યમાં રાજકોટમાં હેલ્થ અને સેનીટેશન અને જે બાળાઓએ આર્થિક પરિસ્થિતિને લઇ ભણતર છોડયું છે. તેમને ફરી એક વખત ઉજજવળ ભવિષ્ય બનાવવા માટે અમારુ પ્લાનીંગ ચાલી રહ્યું છે, જેને થોડા સમયમાં જ અમલ કરવામાં આવશે.

વધુમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના નવનિયુકત સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આ એક ભવ્ય કાર્યક્રમ છે અને હર વર્ષે પ્રેસિડેન્ડ આ કાર્યક્રમની રાહ જોતા હોય છે. કેમ કે એક પ્રેસિડેન્ડને કામ કરવાની તક મળે છે. અને પ્રેસિડેન્ડ અને સેક્રેટરી એક વીઝન સાથે આવતા હોય છે. જેની સાથે પુરુ બોર્ડ જોડાયેલું હોય છે તો આ એક મોકો હોય છે અને કોઇ પણ પ્રેસિડેન્ડને આ એક વર્ષ મળતું હોય છે પોતાની કામગીરી  બતાવા માટે તો બસ સારા કામ સમાજમાં થાય કામનો ફેલાવો રહે તેવી શુભકામનાઓ છે વધુમાં જણાવ્યું હતું કે જો તમારો લીડર સ્ટ્રોંગ હોય અને તમે તેના વિઝન પર ચાલો તો કામ કરવામાં સરળતા રહે છે અને અમે ખુબ ખુશનસીબ છીએ કે ૩રમી ઇન્સોબેશન સેરીમનીમાં યશ

રાઠોડ એઝ અ પ્રેસિડેન્ડ નિયુકત થાય છે તેમની પાસે એક વિઝન છે તેમને બધી વાત પર ફોકસ પણ છે અને અમે લોકો તેમને સપોટીંગ રહીએ તો આવતું વર્ષ તેમનું અને સાથે અમારું પણ શુભ નિવડે તેવી શુભકામનાઓ છે.

સાથે અબતક સાથેની વાતચીત દરમિયાન ડીસ્ટ્રીકટ ગર્વનર ઓફ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર પિન્કી પટેલે જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ કોઇપણ પ્રેસિડેન્ટ માટે ખુબ અગત્યનો હોય છે. કારણ કે આજના દિવસે તેને નિયુકત કરવામાં આવશે અને તેનું કામ એક વર્ષ માટે શરુ થશે. અને આ માટે તેને અગાઉ પાંચ છ મહીનાથી તૈયારી કરવામાં આવી હશે. કે તેને આખા વર્ષમાં શરુ પ્રોજેકટ કરવા છે એનું એમ્પલીમેન્ટ આ વર્ષથી શરુ થશે. એટલે કોઇપણ પ્રેસિડેન્ડ માટે ઇન્સ્ટોબેશન સેરમની બહુ જ ખાસ હોય છે. જયારે પીન્કી પટેલ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના ફર્સ્ટ બોર્ડ ડી.જી. નિયુકત થયા હતા. તેના અનુભવ વિશે જણાવતાં કહ્યું હતું કે કે ઘણા લોકોને એવી ખોટી માન્યતા હોય છે. કે સ્ત્રીઓને મહત્વ આપવામાં આવતું નથી પણ મારો અનુભવ કાંઇક અલગ છે.

જયારથી હું કલબમાં સભ્ય બની ત્યારથી ડીસ્ટ્રીક ગર્વનર સુધીની સફરમાં કોઇપણ જાતનો પ્રોબેલમ હજુ સુધી નડયો નથી. અને જયારે મેન્સ વર્લ્ડમાં બધા લોકોએ ઘણો સપોર્ટ કર્યો છે. એટલે મારુ માનવું એવું છે કે જો કોઇ મહીલા ઓપન માઇન્ડેડલી મેન્સ વર્લ્ડમાં કામ કરે તો કોઇ દિવસ કોઇ તકલીફ પડતી નથી. અને આપણે જો નેરો માઇન્ડેડ હોઇએ ત્યારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ભવિષ્યમાં મારે વધુને વધુ સામાજીક કાર્યો કરવા છે. મારી પાસે એક જ વર્ષનો સમય છે અને તેમાં બને એટલું વધારે સમાજલક્ષી હું કામ કરી શકુ તો હું ખુબ જ ખુશ છું. બસ એ જ ઘ્યેય થી હું રોટરી કલબમાં જોડાઇ છું કે નહિ કોઇ પોસ્ટ માટે અને આ પ્લેટફોર્મ ઘણું મોટું છે કે જેમાં ઘણા સારા અને મોટા કામ કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.