યુરોકપ: બેલ્જિયમને ધોબી પછડાટ આપી ઇટલીની સેમિફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી!!

યુરોકપ ૨૦૨૦ના સેમિફાઇનલમાં કંઈ ટીમો પહોંચશે તે નક્કી થઈ ગયું છે. સેમિફાઇનલમાં ઇટલી અને સ્પેઇન સામસામે મુકાબલો કરશે. એટલી ની ટીમે અંતિમ મેચમાં બેલ્જિયમ ને હરાવી સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. જ્યારે બેલ્જિયમ નું સ્વપ્ન રોળાઈ ગયું હતું.

ફાઇનલમાં પહોંચવા ઇટલી અને સ્પેનની થશે ટક્કર: કોને મળશે ફાઇનલ મેચની ટીકીટ?

યુરોકપના ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને જીત અપાવવા માટે રોમેલું લુકાકુએ ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ તેમના પ્રયત્નો અર્થ વિહોણા સાબિત થયા હતા. મેચના પ્રથમ હાફમાં અનેક ગોલ થયા હતા. ઇટલીએ ગોલ કરવાની શરૂઆત કરી હતી. બેલ્જિયમ સામે ૩૧મી મિનિટમાં નિકોલોએ પ્રથમ ગોલ લગાવ્યો હતો જેના કારણે ઇટલીએ ૧-૦ની બઢત મેળવી હતી. પ્રથમ હાફ પૂર્ણતાના આરે હતો ત્યારે ઇટલીએ અંતિમ મિનિટમાં વધુ એક ગોલ મારી મેચ પર વધુ મજબૂત પકડ બનાવી હતી. ૪૪ મી  મિનિટમાં ઇટાલિયન ખેલાડી લોરેંજોએ ગોલ કરી ઇટલીને ૨-૦ની બઢત આપી હતી.

ઈટલીને બે ગોલની બઢત મળતા બેલ્જિયમ દબાણમાં આવી ગયું હતું. બેલ્જિયમની ટીમ હાફ ટાઈમ પૂર્વે જ આ દબાણ ઓછું કરવા પ્રયત્નશીલ હતું જેમાં તેમને સફળતા પણ મળી. રોમેલું લુકકુએ એક ગોલ કરી બેલ્જિયમ ની ટીમને થોડીક રાહત આપી હતી. હવે મેચની પરિસ્થિતિ ૨-૧ પર આવી ગઈ હતી. બંને ટીમ વચ્ચેનું અંતર પણ ઓછું થઈ ગયું હતું. બેલ્જિયમની ટીમને આશા હતી કે, આ અંતર બીજા હાફમાં સંપૂર્ણ પણે ખત્મ થઈ જશે પરંતુ બીજો હાફ ગોલરહિત રહ્યો જેના પરિણામે મેચનો ફાઈનલ સ્કોર ૨-૧નો રહ્યો અને ઇટલીની ટીમને જીત મળી.

હવે ઇટલીની ટીમને સેમિફાઇનલના મેચમાં સ્પેન સામે જંગ લડવાની રહેશે. બંને ટીમો ખૂબ મજબૂત ટીમો છે. એટલે કે સેમીફાઇનલ મેચ ખૂબ ધમાકેદાર રહેશે. સ્પેનની ટીમએ ચોક્કસ સેમિફાઇનલ સુધી પહોંચવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે પરંતુ ઇટલી સામે રમવા માટે સ્પેનની ટીમ સંપૂર્ણ ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરશે બીજી બાજુ ઇટલીની ટીમ પણ જીત મેળવવા તત્પર છે. જેથી સેમિફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક સાબિત થશે.